________________
૮૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
નાલંદા પટણાથી દક્ષિણ-પૂર્વમાં રાજગૃહથી, સાત માઈલ અને બક્તિયારલાઈટ રેલવેના નાલંદા સ્ટેશનથી બે માઈલ પર આવેલ બડગાંવ પ્રાચીન યુગનું નાલંદા હોવું જોઈએ, બિહાર શરીફથી તે પાંચ માઈલ દૂર આવેલું છે. બિહાર શરીફથી રાજગીર જવાના માર્ગે વચ્ચે નાલંદા નામનું સ્ટેશન આવે છે, જ્યાં પ્રાચીન યુગમાં વિશ્વ વિદ્યાલય હતું. જેનાં ખંડેર આજે પણ ઉપલબ્ધ થાય છે. વિક્રમની સાતમી અને આઠમી શતાબ્દીમાં તે પૂર્ણ વિકસિત સ્થિતિમાં હતું.
ભગવાન મહાવીરે અનેક વર્ષાવાસ અને વ્યતીત કર્યા હતા. ગણધર ગૌતમ અને ઉદક પઢાલપુત્રને સંવાદ પણ અહીં જ થયો હતો. ટીકાકારે નાલંદાનો અર્થ આ પ્રમાણે કર્યો છે કે જે યાચકને યથોચિત પ્રદાન કરે તે નાલંદા છે. હવેનસાંગ લખે છે કે એનું નામ આમ્રવનની મધ્યમાં આવેલ તળાવમાં રહેનાર નાગના નામ પરથી નાલંદા પડ્યું હતું.
પત્તકાલક જ્યાં મહાવીર રાત્રિમાં એક શૂન્ય ગૃહમાં ધ્યાનસ્થ ઊભા રહ્યા હતા. અહીં શાલકને સ્કન્દક નામના યુવકે એના અનુચિત કૃત્ય માટે માર્યો હતો. આ ગામ ચંપાની પાસે આવેલું હતું.
પાંચાલ (પાંચાલ) પાંચાલ પ્રાચીનતમકાળથી એક સમૃદ્ધિશાળી જનપદ હતું. તે ઈદ્રપ્રસ્થથી ત્રીસ એજન દૂર કુરુક્ષેત્રની પશ્ચિમ અને ઉત્તરમાં આવેલું હતું. પાંચાલ જનપદ બે ભાગમાં વિભક્ત હતું.–૧. ઉત્તર
૧. (ક) સૂત્રકૃતાંગ ૨, ૭, ૭૦
(ખ) સ્થાનાંગ ટીકા ૯, ૩ પૃ. ૪૩૩ ૨. સદ્દા ચગ્યે થરામિનિતં ઢાતીતિ-નrer I સૂત્રકૃતાંગ, ૨, ૭, ૭૦. ૩. ડિકશનરી ઓફ પાલી પેપર નેમ્સ, ખંડ ૨, પૃ. ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org