________________
ભૌગોલિક પરિચય થવાને લીધે અને જૈન ધર્મને પ્રચાર થવાથી પાછળથી આચાર્યોએ એની ગણના આર્યદેશમાં કરી હતી. પચ્ચીસ આર્ય–દેશમાં રાઠનું નામ પણ છે.
પૌરાણિક સાહિત્યમાં કટિવર્ષનું નામ કર્ણ સુવર્ણ મળે છે. આ દેશ હાલના પશ્ચિમ બંગાલમાં મુર્શિદાબાદની આસપાસને પ્રદેશ હતા, એ વિનો મત છે.
કલ્લાક સન્નિવેશ કેટલાક નામના બે નિવેશ હતા. એક વૈશાલીની નજીક અને બીજો રાજગૃહની નજીક. વૈશાલીની નજીક જ કલ્લાક સન્નિવેશ હતું, ત્યાં ભગવાન દીક્ષા લઈને પ્રથમ પારણું કરે છે.
બીજે કેટલાક નિવેશ રાજગૃહની પાસે આવેલ હતો. જ્યાં આગળ ભગવાન મહાવીરે છદ્મસ્થકાળમાં નાલંદાને વર્ષાવાસ પૂર્ણ કરી માસિકેપવાસનું પારણું કર્યું હતું. અટો ગે શાલકને શિષ્ય તરીકે રહેવાની અનુમતિ આપવામાં આવી હતી. પં. મુનિ કલ્યાણવિજયજીને એવો મત છે કે ચેથા અને પાંચમા ગણધરનું જન્મસ્થળ પણ આ કલાક સન્નિવેશ હોવું જોઈએ.
જે લેકે લછવાડની પાસે ત્રીજા કલાકની કલ્પના કરે છે, તે ઐતિહાસિક દષ્ટિએ એગ્ય નથી. કેમકે બે જ કલાક સન્નિવેશ હતા, ત્રીજું હતું નહીં.
વૈશાલીની નજીક જે કેલ્લાક સન્નિવેશ હતું તે હાલમાં બસાઢથી ઉત્તર-પશ્ચિમમાં બે માઈલ પર જે કહુઆ છે તે પ્રાચીન કલાક સનિવેશ હવે જોઈએ.
કેસલા અધ્યાનું અપરનામ કે સલા હતું. ભગવાન મહાવીરના નવમા ગણધર અચલબ્રાતાની આ જન્મભૂમિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org