________________
ભૌગોલિક પરિચય
૬૭
પશ્ચિમ તરફ વિલાસપુર એની રાજધાની હતી. જૈન સાહિત્યમાં જાંગલની રાજધાની અહિચ્છત્રા લખી છે, એનાથી એ પ્રતીત થાય છે કે ઉત્તર–પાંચાલ અને કુરુ-દેશનું સંયુક્ત રાષ્ટ્ર કુરુજાંગલ હશે.
કૂપિયસન્નિવેશ છદ્મસ્થ અવસ્થામાં ભગવાન મહાવીર અહીં પધાર્યા હતા. અને એમને ગુપ્તચર સમજી પકડી લેવામાં આવ્યા હતા. આ પછી વિજયા અને પ્રગભા નામની પારિવાજિકાઓએ ભગવાનને પરિચય આપી એમને મુક્ત કરાવ્યા હતા. આ સન્નિવેશ વૈશાલીથી પૂર્વમાં વિદેહ ભૂમિમાં હતા.
ફર્મગ્રામ આ ગામ પૂર્વીય બિહારમાં હોવું જોઈએ; કેમ કે ભગવાન મહાવીર વીરભમથી સિદ્ધાર્થ પુર થઈને અત્રે આવ્યા હતા.
કેક
સાડા પચીસ આર્મી દેશે માં કેકની પણ ગણના કરવામાં આવી છે. કેકનો અડધો ભાગ અનાર્ય દેશમાં હતો. સંભવ છે કે અડધા ભાગમાં જૈન ધર્મનો પ્રચાર હોય અને અડધા ભાગમાં આદિવાસીઓની વસ્તી હોય.
કેકેય નામના બે પ્રદેશ હતા, એક હતો. ખિંવાડા નમકની પહાડી અથવા શાહપુર-ઝેલમ-ગુજરાત. પાણિનિએ કેકેય-જનપદમાં ઝેલમ, શાહપુર અને ગુજરાતનો સમાવેશ કર્યો છે. બીજા કેક્ય ૧. (ક) બૃહત્કલ્પસૂત્ર સભાષ્ય ઔર સટીક, ૩, પૃ. ૯૧૩
(ખ) પ્રજ્ઞાપનાસૂત્ર મલયગિરિ વૃત્તિ, પત્ર ૫૫, ૨ (ગ) સૂત્રકૃતાંગ સટીક પ્રથમ ભાગ પત્ર ૧૨૨
(ધ) પ્રવચનસારોદ્ધાર પત્ર ૪૪૬ ૨. પાણિનિ કાલીન ભારત વર્ષ ૫, ૨૧-૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org