________________
ભૌગોલિક પરિચય
૫૩
અહિચ્છત્રા અહિચ્છત્રાને જૈન–સાહિત્યમાં મંગલ અથવા કુરુમંગલની રાજધાની કહેવામાં આવી છે. આ નગરી શંખવતી,૧ પ્રત્યગુરથર અને શિવપુરા નામથી પણ પ્રસિદ્ધ હતી. એની ગણના અષ્ટાપદ ઊર્જયન્ત (ગિરનાર ), ગજાગ્રપદગિરિ, ધર્મચક (તક્ષશિલા) અને રથાવર્ત નામનાં તીર્થો સાથે કરવામાં આવી છે. કહેવાય છે કે ધરણેન્દ્ર અને પિતાની ફેણથી ભગવાન પાર્શ્વની રક્ષા કરી હતી. અહિચ્છત્રાના નિવાસીઓને ચંપા સાથે વ્યાપાર પણ ચાલતો હતો.૪ હ્યુએનસાંગના સમયમાં અત્રે નાગહૂદ હતા. જ્યાં તથાગત બુદ્ધ નાગરાજને ઉપદેશ આપ્યું હતું. હાલમાં અહિચ્છત્રા બરેલી જિલ્લામાં બરેલીથી વીસ માઈલ પશ્ચિમ તરફ આવેલું છે. હાલના રામનગરની નજીક પૂર્વકાલમાં અહિચ્છત્રા હતી.
આમલકીપા (આમલક૯પ) આમલક૫ નગરી પશ્ચિમ વિદેહમાં વેતાંબીની નજીક આવેલી હતી. બૌદ્ધ સાહિત્યમાં પુલિયા રાજ્યની રાજધાની તરીકે “અલક૫ નામ મળે છે તે જ આમલક૫ (આમલકપા) હેવી જોઈએ. આમલકમ્પાની બહાર અમ્મસાલચિત્ય હતું જ્યાં ભગવાન મહાવીરનું સમવસરણ થયું હતું. અને ભગવાન મહાવીરે સૂર્યાભદેવના પૂર્વભવનું વિસ્તારથી વર્ણન કર્યું હતું.' ૧. વિવિધ તીર્થક૫ પૃ. ૧૪. ૨. અભિધાનચિંતામણિ ૪૨૬. ૩. કલ્પસૂત્ર ટીકા ૬. પૃ. ૧૬૭. ૪. આચારાંગનિયુક્તિ ૩૩૫. ૫. જ્ઞાતૃધર્મકથા પૃ. ૧૫૮ ૬. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૫૪ ૧. રાજપ્રશ્નીય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org