________________
પરિશિષ્ટ : ૫
ભોગેલિક-પરિચય શ્રમણ ભગવાન મહાવીર પાકા પરિવ્રાજક હતા. ભારતના વિવિધ વિભાગોમાં પરિભ્રમણ કરી લોકોના મનમાં ત્યાગ–નિષ્ઠા અને સંયમપ્રતિષ્ઠા ઉત્પન્ન કરી હતી. આગમ, નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને પ્રાચીન ચરિત્ર ગ્રંથોમાં ભગવાન મહાવીરના વિહાર અંગે કેટલાક સંકેત પ્રાપ્ત થાય છે. એના આધારે પ્રસ્તુત ગ્રંથોમાં એમને વિહાર અને વર્ષાવાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યું છે.' એ સત્ય છે કે ભગવાન મહાવીરના સમયમાં જે નગર, ગામે અને દેશનાં નામે જે ઉપલબ્ધ થાય છે, એ નામમાં આજ ઘણું પરિવર્તન થઈ ગયું છે. જે નગરમાં એ સમયે વૈભવ ઊછળી રહ્યો હતો, આજ ત્યાં દરિદ્રતાનું સામ્રાજ્ય છે. એ સમયે જ્યાં નવા ભવ્ય પ્રાસાદે ચમકી રહ્યા હતા ત્યાં આજ ખંડેરો આંસુ વહાવી રહ્યાં છે. કેટલાંય સ્થાને પર ભગ્નાવશેષ પણ ઉપલબ્ધ થતા નથી. કેટલાંય નગરો આજેય પુરાણા નામથી ઓળખાય છે. કેટલાંય નગરાનું સ્થાન ક્યાં હતું, એનો ચોક્કસ પત્તો મળતું નથી. કેટલાંય સ્થળ અંગે પુરાતત્ત્વવેત્તાઓએ સારી એવી ધખળ કરી છે. એમની શેાધના આધારે ભગવાન મહાવીરના ભૌગોલિક ક્ષેત્રનો અમે પરિચય આપીએ છીએ. જેનાથી વાચકને સાચી પરિસ્થિતિને પરિચય થઈ શકે. અંગ
અસ્થિકગ્રામ અયોધ્યા અચ્છ (અસ્ય) અહિચ્છત્તા
અવન્તી અનાર્યદેશ
અપાપા
આમલકીપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org