________________
ચંડ પ્રદ્યોત
રાજા ધુંધુમારની પુત્રી હતી. આ અંગારવતીને પ્રાપ્ત કરવા માટે પ્રોત સુંસુમારપુરને ઘેરે ઘાલ્યો હતો. તે અંગારવતી પાકી શ્રાવિકા હતી. ૨૪ કથાસરિત્સાગરમાં અંગારવતીને અંગારક નામના દૈત્યની પુત્રી કહેવામાં આવી છે. એની બીજી એક રાણીનું નામ મદનમંજરી હતું, જે દુમુહ પ્રત્યેકબુદ્ધની પુત્રી હતી."
આવશ્યકનિયુક્તિ દીપિકામાં પ્રદ્યોતના ગે પાલક અને પાલક આ બે પુત્રોને ઉલેખ છે. સ્વપ્નવાસવદત્તામાં આ બે પુત્રોની સાથે એક પુત્રીને પણ ઉલ્લેખ છે. એનું નામ વાસુદત્તા આપવામાં આવ્યું છે. જે આવશ્યક ચૂર્ણિમાં વાસવદત્તા નામ આપવામાં આવ્યું છે અને એને પ્રોતની પત્ની અંગારવતીની પુત્રી કહેવામાં આવી છે. ૨૮ બૌદ્ધ સાહિત્યમાં ગેપાલકની માને વણિકપુત્રી કહેવામાં આવી છે. એના ભવ્ય રૂપ પર મુગ્ધ થઈને પ્રદ્યોતે એની સાથે લગ્ન કર્યા હતાં. • હર્ષચરિત્રમાં એના એક પુત્રનું નામ કુમારસેન આપવામાં આવ્યું છે.
૨૪. આવશ્યક ચૂર્ણિ ભાગ. ૨, પત્ર ૧૯૯ ૨૫. મધ્યભારતકા ઇતિહાસ પ્રથમ ખંડ, પૃ ૧૭૫, લે. હરિહરનિવાસ દ્વિવેદી ૨૬. ઉત્તરાધ્યયન ૯ અ. નેમિચન્દ્ર વૃત્તિ ૧૩૫-૨-૧૩૬૨ ર૭. આવશ્યક નિર્યુક્તિ દીપિકા, ભાગ ૨, પત્ર ૧૧૦-૧-ગા. ૧૨૮૨ ૨૮. સ્વપ્નવાસવદત્તા, મહાકવિ ભાસ ૨૯. આવશ્યક ચૂર્ણિ, ઉત્તરાર્ધ, પત્ર ૧૬૧ ૩૦. (ક) અંગુત્તરનિકાય અઠકથા ૧,૧,૧૦
(ખ) ઉજ્જયિની ઈન એસેંટ ઇડિયા પૃ. ૧૪
(ગ) મધ્યભારતકા ઇતિહાસ ભાગ ૧ પૃ. ૧૩૫ દ્વિવેદી લિખિત ૩૧. તીર્થકર મહાવીર ભાગ ૨ પૃ. ૫૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org