________________
२४
ભગવાન મહાવીર : એક અનુશીલન
આકૃષ્ટ થઈ ગયું. એણે રાજપુરોહિતને પિતાના મનની વાત કહી એણે કપિર નામના યક્ષની આરાધના કરી એ તે યક્ષ શ્રેણિક બિંબિસારને લઈને ઉજૈની ગયો. જ્યાં પદ્માવતી વેશ્યાની સાથે બિંબિસારને સંસર્ગ થયો. રાજકુમાર અભય પોતાની માતા પાસે સાત વર્ષ સુધી રહ્યો. એ પછી તે રાજગૃહ પિતાના પિતા પાસે આવી ગયો ૧૬
અભય રાજકુમાર હવા સાથે રથવિદ્યા–વિશારદ પણ હતો.૧૭ એણે એકવાર સીમા-વિવાદને પિતાની બુદ્ધિથી કુશળતાપૂર્વક મિટાવ્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ બિંબિસારે એને એક સુંદર નર્તકી ભેટમાં આપી હતી. ૧૮
એક વખતે તથાગત બુદ્ધ રાજગૃહના વેણુવન કલન્દક નિવાપમાં વિહાર કરી રહ્યા હતા, ત્યારે અભય રાજકુમાર નિગંઠ નાયડુત્તની પાસે ગયે. નિગંઠ નાયપુત્ત અભયકુમારને કહ્યું – રાજકુમાર, શ્રમણ ગૌતમની સાથે શાસ્ત્રાર્થ કરે જેથી તારે સુયશ ફેલાય. જનતામાં એ ચર્ચા થશે કે અભયકુમારે મહદ્ધિક શ્રમણ ગીતમની સાથે શાસ્ત્રાર્થ કર્યો છે.
અભયકુમારે જિજ્ઞાસા પ્રસ્તુત કરી–ભંતે ! શાસ્ત્રાર્થને પ્રારંભ કેવી રીતે કરું?
નિગંઠ નાતપુતે કહ્યું-તું ગૌતમબુદ્ધને પૂછજે કે શું તથાગત એવું વચન બેલી શકે કે જે બીજાઓને અપ્રિય હેય? જે તેઓ સ્વીકૃતિ આપે તે પૂછજો કે તે પછી સામાન્ય જન (અજ્ઞ સંસારી જીવ) અને તથાગતમાં શું ફેર રહે છે? સામાન્ય જન પણ એ પ્રમાણે વચન બોલી શકે છે. જે તેઓ નકારાત્મક ઉત્તર આપે
૧૬. થેરીગાથા અર્કથ. ૩૧-૩૨ ૧૭. મજૂિઝમનિકાય, અભયરાજકુમાર સુત્ત ૧૮. ધમ્મપદ–અર્કથા ૧૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org