________________
અન્યતીર્થિક અને સ્થવિર
૭૨૫
તેઓ એમ પણ કહે છે કે જે ભાષા બોલવાની છે યા બેલાઈ ગઈ છે તે ભાષા છે. પરંતુ હાલ જે ભાષા બોલાઈ રહી છે તે ભાષાભાષા નથી. ભાષા “ભાષકની નહીં પણ અભાષકની કહેવાય છે.
અન્યતીર્થિકોનું એમ પણ કહેવું છે કે પ્રથમ કિયા દુઃખ હેય છે, અને પછીથી પણ દુઃખરૂપ થાય છે. પરંતુ ક્રિયાકાળમાં ક્રિયા દુઃખાત્મક બનતી નથી. કેમકે “કરણથી નહીં પરંતુ અકરણથી જ ક્રિયા દુઃખદાયક બને છે.
તેઓ એમ પણ માને છે કે દુઃખ કોઈ નિર્માણ કરતું નથી. અને ન તે કોઈ એને સ્પર્શ કરે છે. પ્રાણીમાત્ર કંઈ પણ કર્યા વગર દુઃખ અનુભવે છે.
શું ભગવદ્ ! અન્યતીર્થિકોની આ બધી વાતે સત્ય-તથ્ય ભરેલી છે અથવા કેવા પ્રકારની છે ?
મહાવીર–અન્યતીર્થિકોનું એ કથન કે ચલમાન ચલિત થતું નથી, ખોટું છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે રમાને વઢશે–જે ચાલવા લાગ્યું તે ચાલેલ છેકેમકે પ્રત્યેક સમયની ક્રિયા પિતાના કાર્યની ઉત્પત્તિ સાથે સમાપ્ત થઈ જાય છે. એ સ્પષ્ટ છે કે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એક છે. એટલે “મા” શબ્દથી વર્તમાન અને “સ્ત્રિથી
ધ્વનિત થતા ભૂતકાળ વસ્તુતઃ ભિન્ન નથી. આ કારણે “તું” અને “વર્જિત પણ એક કાર્યના “સાધ્યમાન” અને “સિદ્ધ એવાં બે ભિન્ન રૂપે છે. એ જ પ્રમાણે આવું ઉદયમાણ ઉદીરિત, વેદ્યમાન વેદિત, હીયમાન હીન, છિદ્યમાન છિન્ન, ભિવમાન ભિન્ન, દહ્યમાન દગ્ધ, પ્રિયમાન મૃત, નિર્ધમાણ નિણ અંગે સમજવું જોઈએ.
પરમાણુઓના પરસ્પર મળવા કે છૂટા પડવા અંગે પણ અન્યતીર્થિકોની માન્યતા સાચી નથી. મારી સ્પષ્ટ માન્યતા છે કે બે ૮ ભગવતી ૧, ૧૦, ૩૧૨–૩૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org