________________
અન્યતીર્થિક અને સ્થવિર
૭૨૩
ઉપકરણ છે. બે વ્યક્તિઓમાં એક અગ્નિને પ્રજવલિત કરે છે અને બીજે એને બુઝાવે છે. કૃપા કરીને બતાવે કે પ્રજવલિત કરનાર અધિક આરંભ અને પાપનો ભાગીદાર થશે કે એને બુઝાવનાર?
મહાવીર–એ બેમાં જે અગ્નિને પ્રજ્વલિત કરે છે, તે અધિક આરંભ અને કર્મા–બંધન કરે છે. કેમકે જે વ્યક્તિ અગ્નિને પ્રજવલિત કરે છે, તે પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવની હિંસા અધિક કરે છે. અને અગ્નિની હિંસા ઓછી કરે છે. અને જે અગ્નિને બુઝાવે છે તે અગ્નિનો આરંભ તે અધિક કરે છે, પરંતુ પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને વ્યસની હિંસા ઓછી કરે છે અને અગ્નિથી થનાર હિંસાને ઘટાડે છે. એટલે આગ સળગાવનાર અધિક આરંભ કરે છે અને બુઝાવનાર કરે છે.? - કાલેદાયી–ભગવન, શું અચિત્ત પુદ્ગલ પ્રકાશ યા ઉદ્યોત કરે છે ? જે કરે છે તે કયા પ્રકારે પ્રકાશિત થાય છે?
મહાવીર–અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશ કરે છે. જ્યારે કોઈ તેલેશ્યા-ધારી મુનિ તેજલેશ્યા છેડે છે ત્યારે તે પુદ્ગલ દૂર દૂર સુધી ફેલાય છે, તે દૂર અને સમીપ પ્રકાશ ફેલાવે છે. પુદ્ગલે અચિત્ત હોવા છતાં પણ પ્રક્તા હિંસા કરનાર અને પ્રયોગ હિંસાજનક થાય છે. મુગલ માત્ર રત્નાદિની અચિત્ત જેમ હોય છે.*
ભગવાનના ઉત્તર સાંભળી કાલેદાયી મુનિનું સમાધાન થઈ ગયું. એણે ભગવાનને નમસ્કાર કર્યા તેઓ છઠ્ઠ અઠ્ઠમની સાધના જીવન પર્યન્ત કરતા રહ્યા અને જીવનની સાર્થવેળાએ અનશન કરી સમાધિપૂર્વક આયુ પૂર્ણ કરી મેક્ષ પ્રાપ્ત કર્યો." ૩. ભગવતી શતક છ. ઉદે. ૧૦ ૪. ભગવતી શતક ૭. ઉદે. ૧૦ ૫ ભગવતી શ ૭, ઉદ્દે ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org