________________
૭૨૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અદત્તનો આહાર કરે છે, અદત્ત વસ્તુને સ્વાદ લે છે. આ કારણે આપ અસંયત, અવિરત અને એકાન્ત બાલ છે.
સ્થવિર–આર્ય, કયા કારણે આપ કહે છે કે અમે અદત્ત ગ્રહણ કરીએ છીએ? અદત્તને આહાર કરીએ છીએ? અને અદતને આસ્વાદ લઈએ છીએ ?
અન્યતીર્થિક–આર્ય, આપના મતે જે વસ્તુ આપવામાં આવે છે તે આપેલી નથી, ગ્રહણ કરવામાં આવેલી વસ્તુ ગ્રહણ કરેલી નથી. પાત્રમાં નાંખવામાં આવેલી વસ્તુ નાખેલી નથી. આપના મત પ્રમાણે આપવામાં આવતો પદાર્થ દાતાના હાથમાંથી છૂટયા પછી આપના પાત્રમાં પડવાની પૂર્વે, વચ્ચે કોઈ એને લઈ લે તે તે પદાર્થ તે ગૃહસ્થને મનાય છે, આપને નહીં. એથી એ સિદ્ધ થાય છે કે આપના પાત્રમાં જે પદાર્થ પડે છે તે અદત્ત છે. કેમકે જે પદાર્થ દાનકાલમાં તમારો ન થયે તે પછીથી તમારે થઈ શકતો નથી. આ પ્રમાણે અદત્તને ગ્રહણ કરતાં, આસ્વાદ લેતાં અને ઉપભેગ કરતાં એવા આપ અસંયત, વિરત અને બાલ જ સિદ્ધ થાય છે. - સ્થવિર–આર્ય, અમે અદત્ત ગ્રહણ નથી કરતા અને ન તે એને આસ્વાદ કરીએ છીએ અને ન તે એને ઉપભેગ કરીએ છીએ. પરંતુ અમે દત્તને જ ઉપભેગ કરીએ છીએ. એટલે અમે સંયત, વિરત અને પંડિત જ સિદ્ધ થઈ એ છીએ.
અન્યતીર્થિક–આ૫ કયા કારણે દત્તગ્રાહી છે તે કૃપા કરી સમજાવે.
સ્થવિર–અમારા મત અનુસાર દીયમાન, દત્ત, પ્રતિગૃહ્ય માણ પ્રતિગૃહીત અને નિસૃજ્યમાન નિભ્રષ્ટ છે. ગૃહપતિના હાથથી છૂટયા પછી જે કોઈ એને વચ્ચેથી ગ્રહણ કરી લે છે તે અમારું જાય છે ગૃહપતિનું નહીં. એટલે સ્પષ્ટ થાય છે કે અમે કોઈ પણ તર્કથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org