________________
૭૦૯
પાર્વાપત્ય ઉદક પેઢાલ હતો પરંતુ હવે નથી કરી શકતો કેમકે તે પૂર્વ શ્રમણ હતા હવે નથી એવી રીતે બસથી સ્થાવર કાયમાં ગયેલે જીવ ત્રસહિંસા પ્રત્યાખ્યાનીના પ્રત્યાખ્યાનનો વિષય નથી તે સ્પષ્ટ છે.
આ પ્રમાણે અનેક દષ્ટાંતથી ગણધર ગૌતમે ઉદક પિઢાલની, વસ મરીને સ્થાવર થઈ જાય અને ત્યાં એની હિંસા થાય તે પ્રમાણેપાસકના પ્રત્યાખ્યાનને ભંગ થાય છે–એ માન્યતાનું ખંડન કર્યું.
બધા જ સ્થાવર થઈ જશે ત્યારે ત્રણ પ્રત્યાખ્યાનીનું વ્રત નિર્વિષય થશે. આ પ્રમાણેના ઉદકના તર્કનું નિરસન કરતા એવા ગૌતમે કહ્યું–જે શ્રમણોપાસક શ્રાવક ધર્મનું પાલન કરી અંતમાં અનશનપૂર્વક સમાધિ-મરણ પામે છે યા જે શ્રમણે પસક જીવનના ઉષાકાલમાં વ્રત–પ્રત્યાખ્યાનનું પાલન નથી કરી શક્તા પણ જીવનની સંધ્યા વેળાએ અનશનપૂર્વક સમાધિ-મરણ પ્રાપ્ત કરે છે. આપની દષ્ટિએ એનું મરણ કેવું છે?
નિગ્રંથ–આ પ્રકારનું મરણ વસ્તુતઃ પ્રશંસનીય છે.
ગૌતમ–જે જીવ આ પ્રમાણે મૃત્યુ પામે છે, તેઓ ત્રસપ્રાણીના રૂપમાં ઉત્પન્ન થાય છે. અને તે જ ત્રસ જીવ શ્રમણે પાસકના વ્રતને વિષય થઈ શકે છે. ઘણા માનવ મહાભી , મહારંભી, પરિગ્રહધારી અને અધાર્મિક પ્રકૃતિના હોય છે જે પિતાનાં અશુભ કર્મોથી ફરીથી અશુભ ગતિઓમાં ઉત્પન્ન થાય છે. અનારંભી શ્રમણ અને અલ્પારંભી શ્રાવક આદિ મરીને શુભ ગતિમાં જાય છે. આરણ્યક આવસથિક, ગ્રામનિયંત્રિક અને રાહસિક વગેરે તાપસ મરીને ભવાન્તરમાં અસુરેની ગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નીકળીને મનુષ્ય ગતિનાં ઉત્પન્ન થાય છે. દીર્ધાયુષ્ક, સમાયુષ્ક તેમ જ અપાયુષ્ક જીવ મરીને ફરીથી ત્રસ રૂપમાં ઉત્પન્ન થાય છે. ઉક્ત બધા પ્રકારના જીવ અહીં ત્રસ છે અને મરીને ફરીથી ત્રસ થાય છે. આ બધા ત્રસ જીવ શ્રમણોપાસકનાં વતનો વિષય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org