________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કેટલાય ઈષ્ટ પદાર્થોને નિષેધ કરે પડશે. આ પ્રમાણે લેકનાં અધિકાંશ અસ્તિત્વને અને ભૂતકાળની વંશપરંપરાને પણ અમાન્ય કરવી પડશે.
મદ્દકના અકાટય તર્કોથી અન્યતીર્થિકો અવાક થઈ ગયા. એમ એમને મદુદ્દકની વાત માનવી પડી. અન્યતીર્થિકોને પરાસ્ત કરી મદ્દક મહાવીરના સમવસરણમાં ગયે અને ભગવાન મહાવીરે કહ્યું—“મદૂક, તે અન્યતીર્થિકને ખૂબ ઉત્તર આપે. તે જે કહ્યું તે ઉચિત અને યૌકિતક-યુકિતયુકત હતું.” મહાવીરના મુખથી પિતાની પ્રશંસા સાંભળી મદુક ખૂબ જ પ્રસન્ન થયા અને જ્ઞાનચર્ચા કરીને પિતાના સ્થાને પાછો ફર્યો.
મક શ્રાવકની ગ્યતા જોઈને ગણધર ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી ભગવન મદુદ્દક શ્રાવક આગાર ધર્મથી અનગાર ધર્મગ્રહણ કરશે? શું તે આપને શ્રમણ શિષ્ય થશે? | મહાવીર–ગતમ, મદુદુક પ્રવજ્યા ગ્રહણ કરવાને અસમર્થ નથી તે ગૃહસ્થ રહીને જ દેશધર્મની આરાધના કરશે. અને અંતિમ સમયમાં સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી વિમાનમાં દેવ થશે અને તે પછી મનુષ્ય થઈ સિદ્ધ-બુદ્ધ અને મુકત થશે.
એ પછી વિવિધ પ્રદેશમાં ધર્મોપદેશ આપતા ભગવાન ફરીથી રાજગૃહમાં પધાર્યા અને ત્યાં પિતાને વર્ષાવાસ કર્યો.
કાલોદાયીની દીક્ષા
એક વખતે ઇન્દ્રભૂતિ ગૌતમ રાજગૃહમાંથી ભિક્ષા લઈ ગુણશીલ ઉદ્યાન તરફ આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં કાલેદાયી, શિલદાયી આદિ અનેક અન્યતીર્થિક ચર્ચા કરી રહ્યા હતા. ગૌતમને જોઈને ૨ પાંચમાં બ્રહ્મલોકનું એક વિમાન. ૩. ભગવતી ૧૮, ૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org