________________
૬૯૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલને
- ભગવાન અનેક ક્ષેત્રોમાં ધર્મની પ્રભાવના કરી ફરી પાછા વૈશાલી પધાર્યા અને બત્રીસમે વર્ષાવાસ વૈશાલીમાં જ કર્યો.
ગૌતમની જિજ્ઞાસાએ
શીલ અને શ્રુત વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાને વૈશાલીથી મગધ તરફ પ્રસ્થાન કર્યું. તેઓ અનેકાનેક ક્ષેત્રોને પાવન કરતા રાજગૃહ પધાર્યા અને ગુણશીલ ઉદ્યાનમાં થેલ્યા. ગુણશીલ ઉદ્યાનની આસપાસ અન્ય મતાવલંબી કેટલાય સાધુ અને પરિવ્રાજક રહેતા હતા. વખતે વખત એમનામાં પરસ્પર પ્રશ્નોત્તર થતા હતા. તેઓ પિતાના મનનું મંડન અને અન્યના મતનું ખંડન કર્યા કરતા હતા. અન્ય મતાવલંબીઓની વિચારધારા ક્યાં સુધી સત્યલક્ષી છે, તે જાણવાને માટે ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો–ભગવન, કેટલાક અન્યતીથિંક એમ કહે છે કે શીલ (સદાચાર) શ્રેષ્ઠ છે. બીજા કહે છે કે શ્રત શ્રેષ્ઠ છે. ત્રીજાને એ મત છે કે શીલ અને શ્રત અને શ્રેષ્ઠ છે. ભગવાન ! આપનું આ અંગે શું કહેવું છે?
મહાવીર–ગૌતમ, અન્યતીર્થિકોનું પ્રસ્તુત કથન સમ્યફ નથી. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે પુરુષ ચાર પ્રકારના હોય છે. કેટલાક શીલસંપન્ન હોય છે પણ મૃતસંપન્ન લેતા નથી. કેટલાક શ્રુતસંપન્ન હોય છે પણ શીલસંપન્ન હેતા નથી. કેટલાક શીલસંપન્ન અને શ્રતસંપન પણ હોય છે અને કેટલાક શીલસંપન્ન હોતા નથી કે નથી કૃત–સંપન્ન હતા.
એમાંથી જે શીલવાન છે, પરંતુ શ્રતવાન નથી એને હું દેશ આરાધક કહું છું. જે શીલવાન નહીં પણ મૃતવાન છે અને હું દેશવિરાધક કહું છું. જે શીલવાન અને કૃતવાન છે અને સર્વારાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org