SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા રહ્યાં છે. ચીની ત્રિપટમાં એમનો ઉલ્લેખ મળે છે. જાપાનીઓ એમને “રેકશબ” (Rokshab) તરીકે ઓળખે છે. મધ્ય એશિયા, મિસર અને યૂનાન તથા કેનેશિયા તેમ જ ફિણિક લેકેની ભાષામાં એમને “રેશેફ' કહેવામાં આવે છે, જેને અર્થ “શીંગડાવાળા દેવતા ” થાય છે. જે રાષભનું અપભ્રંશ રૂપ છે.’ શિવપુરાણનું અધ્યયન કરવાથી આ તથ્ય વધુ સ્પષ્ટ થઈ જાય છે. ડોકટર રાજકુમાર જૈને “ઋષભદેવ તથા શિવ સંબંધી પ્રાપ્ય માન્યતાઓ” નામના લેખમાં વિસ્તારથી ભગવાન શ્રેષભદેવ અને શિવ બને એક જ હતા એ બાબતને ઊહાપોહ કર્યો છે. એટલે જિજ્ઞાસુ વાચકને તે લેખ વાંચવાનું સૂચન કરું છું.” અક્કડ અને સુમેરુની સંયુક્ત પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ બેબીલેનિયન સંસ્કૃતિ અને સભ્યતા બહુ પ્રાચીન માનવામાં આવે છે. એમના વિજયી રાજા હમ્મરાવી (૨૧૨૩-૨૦૮૧ ઈ.સ. પૂ.) ના શિલાલેખથી એ જાણવા મળે છે કે વૃષભને સ્વર્ગ અને પૃથ્વીના દેવ માનવામાં આવતા. ૧૧ સુમેરના લેકે જેની કૃષિના દેવતા તરીકે પૂજા-અર્ચના કરતા હતા, એને આબૂ યા તામુજ કહેતા હતા. તેઓ બળદને વિશેષ રૂપમાં પવિત્ર ૮ (ક) ભગવાન ઋષભદેવ ઔર ઉનકી લેકવ્યાપી માન્યતા, લેખક-કામતા - પ્રસાદ જેન, આચાર્ય ભિક્ષુ સ્મૃતિ ગ્રંથ દ્રિ. નં. ૫ ૪. (ખ) બાબૂ છેટેલાલ જન સ્મૃતિ ગ્રંથ પૃ. ૨૦૪ इत्थं प्रभाव ऋषभोऽवतारः शंकरस्य मे । सतां गतिदानबन्धुर्नवमः कथितस्तव ॥ ऋषभस्य चरित्र हि परमपावनं महत् । स्वयं यशस्यमायुष्य श्रोतव्यं वै प्रयत्नतः ।। -शिवपुराण ४. ४७-४८ ૨૦ મુનિ હજારીમલ સ્મૃતિગ્રંથ પૂ. ૬૦૯-૬૨૯ ૧૧ બાબુ છોટાલાલ જૈન સ્મૃતિ ગ્રંથ, પૃ. ૧૦૫ ૧૨ વિલ યૂરેટર ધ સ્ટોરી ઓફ સિવિલિજેશન (ઓવર અરિયન્ટલ હેરિટેઝ) ન્યૂયોર્ક, ૧૯૫૪, પૃ. ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy