________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
હતી. જ્યારે અજાતશત્રુ રાયસિંહાસન પર બેઠા ત્યારે એણે આ અર્ચના બંધ કરાવી દીધી. શ્રીમતી નામની એક મહિલાએ એની આજ્ઞાની અવહેલના કરીને પૂજા કરી, જેના કારણે એને મૃત્યુદંડ દેવામાં આવ્યેા હતેા. ૨૫
}૩૮
બૌદ્ધ સાહિત્યના ઉદુભટ વિદ્વાન રાઈસ ડેવિડ્સ લખે છે કે— · વાતચીતને અતે અજાતશત્રુએ બુદ્ધને સ્પષ્ટ રૂપમાં માર્ગદર્શક તરીકે સ્વીકાર કર્યાં અને પિતૃ-હત્યાના પશ્ચાતાપ વ્યક્ત કર્યાં. પણ એ અસંદિગ્ધતાથી વ્યક્ત કરવામાં આવ્યું છે કે એનું ધર્મ-પરિવર્તન કરવામાં નહોતું આવ્યું, આ અંગે એક પણ પ્રમાણુ નથી. આ હૃદયસ્પર્શી પ્રસંગ પછી પણ તે બુદ્ધની માન્યતાઓનું અનુસરણ કરતા રહ્યો હોય. જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી એ પછી એણે યુદ્ધના અથવા ખૌદ્ધના સંઘના અન્ય કોઈ ભિક્ષુનાં તેણે ન તા કદી દર્શન કર્યાં હતાં કે ન તે એની સાથે ધર્મ-ચર્ચા કરી હતી. અને મારા ધ્યાનમાં એ પણ આવ્યું નથી કે એણે બુદ્ધના જીવનકાલ દરમ્યાન ભિક્ષુસંઘને કદી કોઈ આર્થિક સહયોગ પણ કર્યાં હાય.
એટલું જરૂર મળી આવે છે કે બુદ્ધનિર્વાણ પછી એણે બુદ્ધનાં અસ્થિએની માગણી કરી, અને તે પણ એમ કહીને કે ‘હું પણ બુદ્ધની માક ક્ષત્રિય છું.’ અને પછી એ અસ્થિએ પર એણે એક સ્તૂપ બનાવડાવ્યેા. ખીજી વાત–ઉત્તરવત્તી ગ્રંથ એ ખતાવે છે કે યુદ્ધનિર્વાણ પછી તત્કાલ જ્યારે રાજગૃહમાં પ્રથમ સંગીતિ થઈ ત્યારે અજાતશત્રુએ સમપણી ગુફાના દ્વાર પર એક સભાભવન અનાવરાવ્યું હતું, જ્યાં ઔદ્ધપિટકોનું સંકલન થયું હતું. પરંતુ આ વાતને બૌદ્ધ ધર્મના પ્રાચીનતમ અને મૌલિક શાસ્ત્રામાં લેશ માત્ર પણ ઉલ્લેખ નથી. આ પ્રમાણે એ વધુ સંભવિત છે કે એણે બૌદ્ધ ધર્મના સ્વીકાર કર્યા વિના એના પ્રતિ સહાનુભૂતિ ખતાવી હોય. આ બધું એણે કેવળ
૨૫ અવદાનશતક ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org