________________
મહારાતકનું વ્રતગ્રહણ
૬૧૫
પાર્થાિપત્યના પ્રશનેત્તર આ વખતે અનેક પાર્થાપત્ય સ્થવિર ભગવાનની સમીપ આવ્યા અને થોડે દૂર ઊભા રહીને એમણે ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી–ભગવન, પ્રસ્તુત અસંખ્ય લોકમાં અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયાં, થાય છે અને થશે. નષ્ટ થયાં, નષ્ટ થાય છે અને નષ્ટ થશે અથવા નિયતિ પરિણામવાળાં રાત્રિ-દિવસ ઉત્પન્ન થયાં છે, થાય છે અને ઉત્પન થશે અથવા નષ્ટ થયાં, નષ્ટ થાય છે યા નષ્ટ થશે?
મહાવીર–પ્રસ્તુત અસંખ્યય લેકમાં અનંત અને પીત્ત રાત્રિ દિવસ ઉત્પન્ન થયાં છે, થાય છે અને થશે અને અનંત અને પરીત્ત વ્યતીત થયા છે, થાય છે અને થશે.
વિર–તે ક્યા કારણે ઉત્પન્ન થયા અને નષ્ટ થયા?
મહાવીર-પુરુષાદાનીય પાર્શ્વનાથ અર્હતે કહ્યું છે કે લેક શાશ્વત-અનાદિ-અનંત છે. તે અસંખ્યય પ્રદેશાત્મક છે અને અલેકાકાશથી વ્યાપ્ત છે. લેક નીચેની બાજુ વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરના ભાગમાં વિશાલ છે. આકાશની દષ્ટિથી તે અધેભાગમાં પલંગની જેમ છે. મધ્યમાં વજી દે છે. અને ઉપરના ભાગમાં ઊર્ધ્વમૃદંગ જેવો છે. અનાદિ અનંત જીવપિંડ ઉત્પન્ન થઈને નષ્ટ થાય છે. પરિણામવાળા જીવપિંડ પણ ઉત્પન્ન થઈને નષ્ટ પામે છે, એટલે લેાક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. લકનો બીજો વિભાગ અજીવકાય પ્રત્યક્ષ હોવાથી લેક પ્રત્યક્ષ છે. લકવતી અજીવ દ્રવ્ય પ્રત્યક્ષ દેખી શકાય છે. એટલે એને લોક કહેવાય છે.
ભગવાન મહાવીરના સ્પષ્ટીકરણથી પાધ્ધપત્ય સ્થવિરેનું સમાધાન થયું અને એમને એ દઢ નિશ્ચય થઈ ગયે કે ભગવાન સર્વ ૩ (ક) ને રૂછે છે !
– ભગવતી સટીક, શતક ૫, ઉર્દૂ. ૯, સ. ૨૨૬, પૃ. ૪૪૯ (ખ) ચત્ર ગીઘના ૩qદ્ય-વિટીયન્ત સ મૂતઃ |
–ભગવતી ૫, ૯, ૨૨૬, પત્ર ૪૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org