________________
૬૧૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
નગરમાં ધર્મપ્રચાર કરતા કરતા વાણિજ્ય ગામ પધાર્યા. અને ત્યાં વર્ષાવાસ વ્યતીત કર્યો.
મહાશતકનું વ્રતગ્રહણ
વાણિજ્યગામને વર્ષાવાસ પૂર્ણ કરી ભગવાને મગધભૂમિ પ્રતિ પ્રસ્થાન કર્યું. વિહાર કરતા કરતા તે રાજગૃહ નગરમાં પધાર્યા. રાજગૃહમાં મહાશતક ગાથાપતિ હતે. જેની પાસે અઢાર કરોડ સ્વર્ણમુદ્રાઓ હતી. રેવતી આદિ તેર પત્નીઓ હતી. રેવતી પિતાના પિતૃગૃહથી આઠ કેટિ હિરણ્ય લાવી હતી અને એક વ્રજ લાવી હતી. બાકીની બાર પત્નીએ પણ એક એક કેટ હિરણ્ય લાવી હતી એને એક એક વ્રજ.
ભગવાન મહાવીરનું રાજગૃહનગરમાં પદાર્પણ થયેલું સાંભળી મહાશતક ભગવાનને વંદના કરવાને આવ્યું અને એણે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું. રેવતી નામની એની પત્ની જે ખૂબ દૂર અને વિશેષ કામાસક્ત હતી. એણે એક દિવસ પોતાની છ શેક્યોને શસ્ત્રપ્રાગથી અને છ શેક્યોને વિષપ્રાગથી, એમ બારેય શક્યોને મારી નાંખી અને એમની સંપત્તિ પર પિતાને અધિકાર સ્થાપિત કર્યો. તે માંસ અને વિવિધ પ્રકારની મદિરાનો ઉપભેગ કરતી હતી. જ્યારે સમ્રાટ શ્રેણિકે રાજગૃહમાં હિંસાને નિષેધ કર્યો ત્યારે રેવતી પિતાના પિતા દ્વારા પ્રદર વ્રજમાંથી બે બે વાછરડાં મારીને મંગાવતી હતી. અને એ માંસને ઉપગ કરતી હતી. રેવતીના સ્વભાવથી મહાશતકને ઘણું થઈ ગઈ. તે એનાથી વિરક્ત થઈ આત્મ-સાધનામાં પ્રવૃત્ત થઈ ગયે.
મહાશતકને સાધના કરતાં ચૌદ વર્ષ પૂરા થયાં, ત્યારે તે મેટા પુત્રને ગૃહભાર સોંપીને પિષધશાળામાં ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને રહેવા લાગ્યું. એક દિવસ રેવતી મઘના નશામાં ચકચૂર થઈને અત્યંત કામાતુર અને નિર્લજજ થઈને મહાશતક પાસે ગઈ. એને પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org