________________
१०८
ભગવાન મહાવીર : એક અનુશીલન
તેમજ ગુલાબી સુકુમારતા એના મુખ પર વિખરાયેલી હતી. મધુર સ્વરમાં ગૌતમે કહ્યું દેવાનુપ્રિય! અમે શ્રમણ નિગ્રંથ છીએ. ભિક્ષા માટે અમે આ પ્રમાણે ઉચ્ચ, નીચ મધ્યમ કુલ માં ભ્રમણ કરી રહ્યા છીએ.
અતિમુક્તક–“ભો, આપ મારા ઘેરથી પણ ભિક્ષા લેશે ? ગૌતમ–હાં ! કેમ નહીં.
અતિમુક્તક–તે આપ મારી સાથે ચાલે; મારી માતા આપને ઘણું બધું ભેજન આપશે.” એમ કહીને અતિમુક્તકે ગૌતમની આંગળી પકડી લીધી. જે પ્રમાણે કઈ મિત્ર પિતાના મિત્રની આંગળી પકડીને પિતાના વયે આવવાનો આગ્રહ કરતે હોય એવી રીતે ગણધર ગૌતમ પણ બાલક અતિમુકતકની સાથે રાજમહેલે તરફ ચાલી નીકળ્યા જ્યારે શ્રીદેવીએ ગૌતમ સ્વામીની આંગળી પકડી રાજમહેલે તરફ આવતે જે, ત્યારે હર્ષથી ગગદ થઈ ઊઠી. શ્રમણ સંઘના એક મહાન સંત નાના બાળકની સાથે આંગળી પકડીને કેટલા પ્રેમ અને સરલ ભાવથી ભિક્ષા લેવા આવી રહ્યા. હતા. મહારાણીનું અંગેઅંગ પ્રસન્નતાથી નાચી ઊઠયું.
માતાને અતિમુકતકે કહ્યું—“માતા, એમને ભિક્ષા આપે. ખૂબ આપજે, એટલું ભેજન આપજે કે બીજા ઘર એમને જાવું ન પડે.” મહારાણુએ અત્યંત ભાવપ્રવણતાથી ભિક્ષા પ્રદાન કરી.
જ્યારે ભિક્ષા લઈ ગૌતમ ચાલવા લાગ્યા ત્યારે કુમાર અતિમુક્તકે પૂછયું–ભતે હવે આપ ક્યાં જઈને રહેશે? આપને નિવાસ ક્યાં છે?
ગૌતમે ખૂબ સ્નેહ અને સરળતાથી ઉત્તર આપતાં કહ્યું – २. अहं तुल्म भिक्ख दवावेमिति भगव गोयम अंगुलिए गेण्णइ ।
–અંતકૃદ દશા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org