________________
૫૯૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હતા, જે ખૂબ જ પ્રજાપ્રિય હતે. સાર્થવાહી ભદ્રા ત્યાંના રહેવાસી હતી. જે ખૂબ બુદ્ધિશાળી અને વ્યવહારદક્ષા હતી. એની પાસે અપાર ધનઐશ્વર્ય હતું. " ભદ્રાને એક પુત્ર હતું. જેનું નામ ધન્યકુમાર હતું, તે એને પ્રાણ અને જીવનધન હતો. એનું પાલન-પોષણ અને શિક્ષણ એ જ ભદ્રાની સાધના હતી. માતાના હૃદયની એ સહજ કામના હોય છે કે પિતાના જીવનની શાંત અને મધુર ક્ષણોમાં પોતાની પુત્રવધૂનું મુખ જુઓ.
સાર્થવાહી ભદ્રા ભાગ્યશાળી હતી. એણે એકી સાથે બત્રીસ બત્રીસ પુત્રવધૂઓનાં મુખ જોયાં હતાં. ધન્ય અને એની પત્નીઓ તે એને સત્કાર કરતી જ હતી પણ નગરનિવાસીઓ પણ એને “માતા”ના સ્નેહ-યુક્ત શબ્દથી સંબંધિત કરતા હતા.
ભગવાન મહાવીરના સહસ્ત્રાભ ઉધાનમાં પધારવાના સમાચાર શ્રવણ કરી જિતશત્રુ રાજા એમના વંદન માટે ત્યાં આવ્યો. ધન્યકુમાર પણ આવ્યું. ભગવાને ઉપદેશ આપે. ભગવાનની વાણીમાં અદ્ભુત પ્રભાવ હતો. પ્રથમ ઉપદેશમાં જ ધન્યકુમારના હૃદયની અનુરક્તિ વિરક્તિમાં પરણમી-સંસાર કે જે એને અત્યાર સુધી અતિપ્રિય લાગી રહ્યો હતો, તે હવે એને અપ્રિય અને કટુ લાગવા માંડ્યો. ભેગની તંદ્રામાંથી જાગીને તે યુગના મહામાર્ગ પર આગળ વધવાને માટે તૈયાર થઈ ગયે. વિરાટ વૈભવનું પ્રલેભન, બત્રીસ પનીઓનું સ્નેહબંધન અને માતાની સહજ મમતા પણ ધન્યકુમારને પિતાના વિચારથી પાછળ પાડી શકી નહીં.
ધન્યકુમારે જે દિવસે પ્રવજ્યા ગ્રહણ કરી, તે દિવસથી એણે બેલેબેલે પારણા કરવાનો અભિગ્રહ કર્યો. પારણામાં પણ સ-રસ આહાર નહીં, પરંતુ નીરસ આહાર લેવાની કઠોર પ્રતિજ્ઞા કરી જે ભજનને એક કંગાલ ભિખારી પણ લેવાનું પસંદ ન કરે, એવા તુચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org