________________
પ૭ર
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
યક્ષનું યક્ષાયતન હતું. અર્જુન આ યક્ષને ઉપાસક હતું અને દરરોજ એની પૂજા કરતા હતા.”
રાજગૃહમાં લલિતા નામની એક ગેઠી હતી. જેમાં સ્વછંદ, આવારા, કૂર અને વ્યભિચારી લેકે ભેગા થતા હતા. એક દિવસ અજુનમાલી ફૂલે તેડવા તે પુષ્પવાટિકામાં ગયે. એ દિવસે એ ગોષ્ઠીની છ વ્યક્તિ પૂર્વેથી મંદિરમાં છુપાઈને બેસી ગઈ હતી. એમણે અર્જુનને બંધન વડે બાંધી લીધું અને પોતે બંધુમતી સાથે સ્વેચ્છાપૂર્વક કીડા કરવા લાગ્યા. પિતાની આંખ સામે પિતાની પત્નીની લાજ લુંટાતી જોઈને અર્જુનના હૃદયને જબરો આઘાત લાગે. એણે મનમાં વિચાર કર્યો કે દીર્ઘકાલથી હું મુગરપાણિ યક્ષની પૂજા કરી રહ્યો છું, પણ કેઈ ફાયદે થયે નહીં. યક્ષની ભર્સના કરવાથી યક્ષ અર્જુનના શરીરમાં પ્રવે. એ પળે જ બંધન તૂટી ગયાં. અર્જુને એ છ પુરુષને અને પિતાની પત્નીને ત્યાં જ મારી નાંખ્યાં. પછીથી તે દરરોજ છ પુરુષ અને એક નારીની હત્યા કરવા લાગ્યા.૧૧
અજુનના ભયંકર ઉપદ્રવથી બધા તંગ આવી ગયા. આખા નગરમાં એક ભયંકર આતંક છવાઈ ગયે. અનેક ઉપચાર કરવા છતાં પણ એમાં સફળતા ન મળી. ૫ મહિના અને ૧૩ દિવસોમાં એણે ૧૧૪૧ મનુષ્યોને ઘાત કર્યો. તે પિતે પિતાનામાં બેભાન હતે.
રાજા શ્રેણિકના આદેશથી નગરીનાં દ્વાર બંધ થઈ ગયાં. ઘાષણ કરી દેવામાં આવી, જેને પોતાના જીવ વહાલે હોય તે નગરી બહાર નીકળે.
રાજગૃહમાં સુદર્શન નામે શ્રેષ્ઠી હતે. એણે ભગવાન મહાવીરના ૧૦ અન્નકૃતદશાંગ વર્ગ ૬, અ. ૩ ११ तएण से अज्जुगए मालागारे मोग्गरपाणिणा जक्खेण अणाइहे समाणे रायगिहस्स णयरस्स परियेर तेण कल्लाकालिम इत्थिसत्तमे छपुरिसे धायमाणे विहरइ]
-અનકુદ્દશાંગ વર્ગ ૬, અ. ૩. સૂફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org