________________
૫૫૫
પુન: રાજપમાં
ધન્ના અને શાલિભદ્ર ભિક્ષુ-જીવનમાં આવીને ઉત્કૃષ્ટ તપસ્વી બન્યા. એમનું માસિક, દ્વિમાસિક અને સૈમાસિક તપ કાયમ ચાલતું રહ્યું. એકવાર ફરીથી ભગવાન મહાવીર સાધુસંગની સાથે રાજગૃહ આવ્યા. શાલિભદ્ર પણ સાથે જ હતા. એમને એક મહિનાના તપનું પારણું હતું. એમણે ભગવાનને નમસ્કાર કર્યા અને ભિક્ષા માટે નગરમાં જવાની અનુમતિ માગી. મહાવીરે કહ્યું-“જાઓ, તમારી પિતાની માતાના હાથથી પારણું કરે. મુનિ શાલિભદ્ર ધન્નાની સાથે પોતાની માતા ભદ્રાના ગૃહે આવ્યા. માતા ભદ્રા મહાવીર અને પિતાના લાડકા પુત્ર શાલિભદ્રનાં દર્શનની તૈયારી કરી રહી હતી. એણે ઉત્સુક્તાથી ગૃહે આવેલા મુનિ પ્રતિ ધ્યાન જ ન આપ્યું. શાલિભદ્રનું શરીર તપથી એટલું કૃશ થઈ ગયું હતું અને બદલાઈ ગયું હતું કે સેવકાએ પણ પિતાના સ્વામીને ઓળખ્યા નહીં. શાલિભદ્ર ભિક્ષા લીધા વિના જ પાછા આવ્યા. રસ્તામાં એક આહિરાણ મળી. તે પોતાના માથા પર દહીં અને ઘીની માટલી લઈને જઈ રહી હતી. મુનિને નિહાળીને એનામાં નેહ ઊભરાઈ આવ્યું. તે રોમાંચિત થઈ ગઈ. સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટવા લાગી. એણે મુનિને દહીં લેવાને પ્રેમપૂર્વક આગ્રહ કર્યો. મુનિ દહીં લઈને ભગવાન મહાવીરની પાસે આવ્યા. પારણું કરીને ભગવાનને પૂછયુંભગવાન આપે ફરમાવ્યું હતું કે માતાના હાથથી પારણું કરશે, પણ તે કેમ ન થયું ? મહાવીર–શાલિભદ્ર ! મારું કથન સત્ય છે. આજનું પારણું તારી માતાના હાથે જ થયું છે. તે આહિરાણી પૂર્વ જન્મની તારી મા હતી, જેને કારણે તને નિહાળીને એના મનમાં નેહ ઊભરાઈ આવ્યે હતે.
--ત્રિષષ્ટિ ૧૦,૧૦,૧૫૬
७. मातृपाश्वोत्पारण तेऽद्येत्युकतः स्वाभिना ततः ।
इच्छामीति भणग्-छालिभद्रो घन्यसुतों ययौ ॥ ૮ ત્રિષષ્ટિ ૧૦,૧૧,૧૫૭-૧૫૮ ૯ ત્રિષષ્ટિ ૧૦.૧૦,૧૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org