________________
૫૪૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
આભૂષણ) અને નામ-મુદ્રિકા સિવાયનાં બધાં આભૂષણને ત્યાગ કરું છું. અગર, તુરુક્ક ધૂપાદિ સિવાયની ધૂમવિધિને ત્યાગ કરું છું. કાષ્ઠપયા સિવાયની બધી પિયવિધિને ત્યાગ કરું છું. ઘયપુણ અને ખંડસજજ સિવાયની અન્ય ભક્ષ્યવિધિનો ત્યાગ કરું છું. ક્લમ શાલિ સિવાય અન્ય બધી એદન વિધિને પરિત્યાગ કરું છું. કલાયસૂપ અને મગ-અડદના સૂપ સિવાયના બધા સૂપને ત્યાગ કરું છું. શરદબાતુના ઘી સિવાયના બધા વ્રત--દીને ત્યાગ કરું છું. “ચડ્યુ” સુWિય તથા મંડ્રક્રિય સિવાય બધાં ભેજન શાકનું પ્રત્યાખ્યાન કરું છું. સેધામ્સ અને દાલિકાલ સિવાયની બધી ભેજનવિધિનો ત્યાગ કરું છું. એક અન્તરિલોદક સિવાયનાં બધાં પીણુને ત્યાગ કરું છું. પંચ સૌગન્ધિક તાંબૂલ સિવાયના બધા મુખવાસ વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંન્નપ્રદાન, પાપકર્મને ઉપદેશ આ પ્રમાણે ચાર પ્રકારના અનર્થદંડનું પ્રત્યાખ્યાન કરું છું. - ભગવાન મહાવીરે કહ્યું : આનંદ! જીવાજીવની વિભક્તિના જ્ઞાતા અને પોતાની મર્યાદામાં વિહરણ કરનાર શ્રમણે પાસકનાં વતોનો અતિચાર પણ જાણ જોઈએ અને એને પરિહાર કરીને આચરણ કરવું જોઈએ.
અભિગ્રહ
- ભગવાન મહાવીરને, આનંદે પૃચ્છા કરતાં અતિચારેનું વિસ્તારથી નિરૂપણ કર્યું. આનંદે પંચ અણુવ્રત અને સખ્ત શિક્ષાત્રત ગ્રહણ કર્યા. આનંદે એક અભિગ્રહ ગ્રહણ કરતાં સનમ્ર નિવેદન કર્યું – ભગવાન! આજથી હું ઈતર તૈર્થિકના દેવતાઓને અને ઇતર તૈર્થિક દ્વારા સ્વીકૃત અરિહંત ચિત્યને નમસ્કાર નહીં કરું. એમના દ્વારા વાર્તાનો આરંભ ન થવા છતાં એમની સાથે વાર્તાલાપ કરે, વારંવાર વાર્તાલાપ કરે, ગુરુ-બુદ્ધિથી એમને ભેજન, પાન, ખાદિમ, સ્વાદિમ વગેરે પ્રદાન કરવું અને કપે નહીં. ભગવદ્ ! પ્રસ્તુત અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org