________________
રાજયમાં ધર્મજાગૃતિ
૫૨૯ ફરીથી અવાજ સંભળા, નંદિષેણ! અત્યારે તું મારી વાત હવામાં ઉડાવી રહ્યો છે, પણ મારી ભવિષ્યવાણી કદી પણ મિથ્યા થઈ શકતી નથી. ચાહે તું ગમે તેટલા પ્રયત્ન કરી લે.
દઢપ્રતિજ્ઞ નંદિષેણે એ તરફ ધ્યાન ન આપ્યું. તેઓ ભગવાન મહાવીરના ચરણકમલોમાં પહોંચીને મણ બની ગયા. અનિષ્ટની સંભાવના વ્યક્તિને પ્રતિક્ષણ જાગૃત રાખે છે. દેવ–વાણુને મિથ્યા કરવા માટે નંદિષેણુ તપસ્યામાં લીન થઈ ગયા. એમણે પોતાનું દિવ્ય અને ભવ્ય શરીર તપસ્યાથી અત્યંત કૃશ અને કાન્તિરહિત બનાવી દીધું. તેઓ માત્ર હાડકાંને માળખે જ રહી ગયા. તે પ્રતિક્ષણ એકાન્ત અને શાંત સ્થાનમાં બેસીને આત્મસ્વરૂપનું ચિંતન કરતા. દીર્ઘ તપસ્યા પછી તેઓ વસતિમાં ગેચરી માટે જતા અને પાછા જલદી આવી આત્મચિંતનમાં તલ્લીન થઈ જતા. ઉગ્ર તપ–જપની સાધના કરવાથી એમને અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ.
ભાવિની પ્રબળતાથી કોઈ કોઈ વખતે વ્યક્તિ કલ્પનાતીત ચક્રમાં ફસાઈ જાય છે. એક દિવસે નંદિષેણ નેચરી માટે વસ્તીમાં આવ્યા. સંચગવશ એક ગણિકાના ભવ્ય ભવનમાં પહોંચી ગયા. જેવી મુનિએ ધર્મલાભરની વાત કરી કે ગણિકાએ હસતાં હસતાં કહ્યું : અહીં તે અર્થલાની વાત છે ! જેની પાસે સંપત્તિ છે એને અહીં સર્વ કાંઈ મળી શકે છે. અને જે દરિદ્ર અને દીન છે એને માટે અહીં કોઈ સ્થાન નથી. અને તે મુનિની કૃશ કાયા અને દીન અવસ્થા જોઈને ખિલખિલાટ હસી પડી.
નંદિષેણ મુનિને એનું હસવું સારું લાગ્યું નહીં. એમને અહં જાગૃત થઈ ગયે. વિચાર્યું એણે હજી સુધી મને ઓળખે નથી. મારા તપના દિવ્ય તાપથી આ અજાણ છે. સમય આવી ગયેલ છે કે જ્યારે મારે મારો કંઈક પરિચય કરાવવું જોઈએ. નંદિષેણ મુનિએ ૧૧. (ક) આવશ્યક ચૂર્ણિ, પૂર્વાદ્ધ પત્ર ૫૫૯
(ખ) આવશ્યક હારિભદ્રિય વૃત્તિ ૪૩૦-૪૩૧ ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org