________________
તીર્થસ્થાપના
૫૧૯
રચના કરી પિતાની પ્રબલ પ્રતિભાનો પરિચય કરાવ્યું. ભગવાને તે અગિયાર પંડિતેની ગણધરના ગૌરવશાલી પદ પર પ્રતિષ્ઠા કરી.
કલ્પસૂત્ર અનુસાર ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધર હતા. એનું સ્પષ્ટીકરણ કલ્પસૂત્રની પ્રાયઃ બધી ટીકાઓમાં તથા આચાર્ય હેમચન્દ્ર આ પ્રમાણે કર્યું છે કે સાત ગણધરોની સૂત્રવાચના અલગ અલગ હતી પરંતુ અમંપિત અને અલભ્રાતા તથા મેતાર્ય અને પ્રભાસની એક વાચના થઈ હતી. આ કારણે અગિયાર ગણધર અને નવ ગણ થયા.
- એ યાદ રાખવું જોઈએ કે નવ ગણધર તે ભગવાન મહાવીરના જીવનકાલમાં જ મુક્ત થઈ ગયા હતા. ૨૪ ઇન્દ્રભૂતિ ગૌતમે પણ ભગવાનના નિર્વાણના દિવસે જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું, એટલે બધા ગણ દીર્ઘજીવી સુધર્માના સંરક્ષણમાં જ રહ્યા.
જૈન પરંપરામાં ગણધરોનું એક ગૌરવપૂર્ણ પદ છે. અને એનું વ્યવસ્થિત દાયિત્વ પણ છે. બૌદ્ધ પરંપરામાં ગણધર જેવું સુનિશ્ચિત પદ ન હતું પરંતુ સારિપુત્ર, મૌદૂગલ્યાયન, આનંદ, ઉપાલિ, મહાકાશ્યપ, આજ્ઞાકૌડિન્ય આદિ બુદ્ધના પ્રમુખ શિષ્ય હતા. એ બધા ઘણું જ સૂઝબૂઝવાળા, વિદ્વાન અને વ્યાખ્યાતા હતા. એમનું બૌદ્ધ२२. तेणं कालेण तेण समएणं समणस्स भगवओ महावीरस्स नव गणा इककारस જાહરા ટ્રસ્થા |
-कल्पसूत्र (ક) ક૯૫સૂત્ર-સુબાધિકાવૃત્તિ (ખ) મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૮, ૨૫૭
(ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૫, ૧૭૪ ૨૪. (ક) આવશ્યક નિર્યુક્તિ
(ખ) વિશેષા. ભાષ્ય ૨૫ આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન પૃ. ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org