________________
૪૯૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કર્મના અભાવમાં પણ જો ભવ માની લેવામાં આવે એમાં શું વધે છે? આ પ્રકારની સ્થિતિમાં ભવને નાશ પણ નિષ્કારણ થાય છે એમ માનવું પડે. અને મોક્ષ માટે તપસ્યા વગરનું અનુઠાન પણ વ્યર્થ સિદ્ધ થશે. એવી રીતે જીવોના વિ–સાદશ્યને પણ નિષ્કારણ માનવું પડે. ૪૪ આ પ્રમાણે કર્મના અભાવમાં ભવનું અસ્તિત્વ માનવામાં અનેક દે ઉત્પન્ન થશે.
કર્મના અભાવમાં સ્વભાવથી પરભવ માનવામાં આવે તે શું વધે છે? આ પ્રશ્નનું સમાધાન કરતાં મહાવીરે આ પ્રમાણે કહ્યું– સ્વભાવ શું છે? શું તે કોઈ વસ્તુ છે ? યા નિષ્કારણુતા છે? આ વસ્તુધર્મ છે? વસ્તુ માનવાથી એની ઉપલબ્ધિ થવી જોઈએ. પણ આકાશ-કુસુમની જેમ એની ઉપલબ્ધિ થતી નથી. એટલે તે વસ્તુ નથી. જે ઉપલબ્ધ હોવા છતાં સ્વભાવનું અસ્તિત્વ માનવામાં આવે તો અનુપલબ્ધ હોવા છતાં કર્મનું અસ્તિત્વ માનવામાં શું વાંધો છે? બીજી વાત એ કે–સ્વભાવની વિસદશતા આદિની સિદ્ધિને માટે કોઈ એવું કારણ (હેતુ) જેવા મળતું નથી કે જેનાથી જગત–વૈચિત્ર્ય સિદ્ધ થઈ શકે. સ્વભાવની નિષ્કારણુતામાં પણ અનેક દેશની સંભાવના છે. વસ્તુધર્મ તરીકે પણ સ્વભાવને માની શકાય નહીં. કેમકે એમાં પણ વિસાદશ્યને માટે કોઈ પણ પ્રકારને અવકાશ રહેતું નથી. સ્વભાવને પુગલરૂપ માનીને વિસારશ્યની સિદ્ધિ કરવામાં આવે તે એ કર્મ રૂપ જ સિદ્ધ થશે.
ભગવાન મહાવીરે સુધર્માનો આ પ્રમાણે સંશય દૂર કર્યો. એમણે પાંચસો શિષ્ય સહિત ભાગવતી દીક્ષા ગ્રહણ કરી."
મંહિકનું સંશય-નિવારણ
(બંધ અને મેક્ષ) એના પછી મંડિક ભગવાન મહાવીર પાસે આવી પહોંચ્યા.
૬૪. વિશેષાવશ્યક ભાષ્ય ૧૭૭૬ થી ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org