________________
૪૩૦
ભગવાન મહાવીર : એક અનુશીલન,
આગમનની, દાન આપવાની પ્રતીક્ષામાં એકીટસે જોઈ રહ્યો હતે. પ્રતીક્ષામાં તે તરસી આંખે બિછાવીને બેઠે હતે. પણ હજી સુધી પ્રભુની ઝાંખી થઈ ન હતી. જીર્ણની ભાવનામાં શ્રદ્ધાની ભરતી હિલેળા લઈ રહી હતી. પ્રતીક્ષાની પુણ્ય-પળમાં એનું હૃદય અપૂર્વ પ્રસન્નતા અનુભવી રહ્યું હતું. અને ભાવનાની ઉચ્ચતમ શ્રેણું ચઢી રહ્યું હતું.
એકાએક દેવ-દુન્દુભિ વાગ્યાં, પાંચ દિવ્યવૃષ્ટિ થઈ “અહોદાનં અહોદાન” ની ઉઘેષણ થવા લાગી. “પ્રભુ મહાવીરના ચાતુર્માસિક તપનું પારણું થઈ ગયું છે” એ સાંભળતાંની સાથે જ જીર્ણની ભવ્ય-ભાવના પર વ્રજાઘાત થયે. તે નિરાશ અને ઉદાસ થઈ વિચારવા લાગ્યું કે હું હતભાગી છું. ચાર માસ સુધી નિરન્તર પ્રતીક્ષા કરવા છતાં પણ પ્રભુએ મારા પર કૃપા કરી નહીં. કહેવાય છે કે જે બે ઘડી પછી દેવદંદુભિ જીર્ણ શેઠે સાંભળી હોત તો એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાત. ૫ પૂર્ણ શેઠે જ્યારે પારણાને દિવ્ય અતિશય છે ત્યારે તે ચકિત થઈ ગયે. લેકાએ પૂછયું–હે ભાગ્યવાન ! પ્રભુને તેં ભિક્ષામાં શું આપ્યું? પૂણે બડાશ હાંકતાં કહ્યું-ભિક્ષા દાન મેં પોતાના હાથ વડે પ્રભુને પરમાન (ખીર)નું દાન કર્યું. * આ મિથ્યા અહંકારને લીધે પૂર્ણને કાંઈ પણ આધ્યાત્મિક લાભ થયો નહીં. ઉચ્ચતમ ભાવનાઓના બલસ્વરૂપ જીર્ણ શ્રેષ્ઠીએ બારમા દેવલેકનું આયુષ્ય બાંધ્યું. ૪ (ક) મહાવીર ચરિયું ગુણ ૨૩૩ (ખ) ત્રિષષ્ટિ. ૧૦.૪, ૩૫૬-૩૫૮ ५. () खणमेत्तं न सुणन्तो दुन्दुहिसद्द तु जई सुपरिणामे।। आरुहिय खवगसेठि ता केवलमेव पाविन्तो ।।
-મહાવીર. (મિ) ૧૧૬૨ (ખ) મહાવીર. (ગુણ.) ૨૩૪. १. लाकैश्य पृष्टोडभिनवश्रेष्ठी माय्येवमब्रवीत् । स्वयं मया पायसेन पारण' कारितः प्रभु ॥
-ત્રિષષ્ટિ. ૧૦ ૪,૩૬૦ ૭ મહાવીર ચરિયું ૧૧૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org