________________
૩૪૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
મહાવીર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે માતા-પિતાએ શુભ મુહુત જોઈને એમને અધ્યયન માટે કલાચાર્યની પાસે મોકલ્યા. માતા-પિતાને એમનાં જન્મસિદ્ધ ત્રણ જ્ઞાન અને અલૌકિક પ્રતિભાને પરિચય ન હતા. એમણે પરંપરા પ્રમાણે પંડિતને ઉપહારમાં નારિયેળ, બહુમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ આપ્યાં. વિદ્યાર્થીઓને ખાવા લાયક શ્રેષ્ઠ પદાર્થ અને ઉપયોગી વસ્તુઓ વહેંચી. પંડિતે મહાવીરને બેસવા માટે વિશેષ પ્રકારના આસનની વ્યવસ્થા કરી.
માતા-પિતા જ્યારે મહાવીરને અધ્યયન અર્થે લઈ જતાં હતાં, ત્યારે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું, એણે અવધિજ્ઞાનથી જોયું કે વિશિષ્ટ જ્ઞાનીને સામાન્ય જન શું શીખવશે? મહાવીરના બુદ્ધિવૈભવ અને સહજ પ્રતિભા પરિચય વિદ્યાગુરુ તથા જનતાને કરાવવાની દષ્ટિથી તે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ત્યાં આવે છે. ૨૮ એણે બધા વિદ્યાર્થીઓ અને પંડિતોની ઉપસ્થિતિમાં વ્યાકરણ અંગે અનેક જટિલ પ્રશ્નો પૂછયા. મહાવીરે એને બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા. પંડિત અને વિદ્યાર્થી મહાવીરની અલૌકિક પ્રતિભા જોઈને ચકિત થઈ ગયા. પંડિતે પણ પિતાની કેટલીક જૂની શંકાઓ મહાવીરની સામે ઉપસ્થિત કરી. મહાવીરે એને પણ તર્કપુર:સર ઉત્તર આપે.
જ્યારે પંડિત, બાળક વર્ધમાન સામે આશ્ચર્યથી જોવા લાગે, ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ઈન્ટે કહ્યું-વિજ્ઞવર ! આ સાધારણ બાળક નથી. આ વિદ્યાને સાગર છે અને સંપૂર્ણ શાસ્ત્રોનો જાણકાર છે. વૃદ્ધ બ્રાહ્મણે મહાવીરના મુખેથી સાંભળેલ આ ઉત્તરેને વ્યવસ્થિત ૨૮. (ક) આવશ્યક ચૂણિ ૨૪૮ (ખ) આવશ્યક હરિભદ્રીય વૃત્તિ પુ. ૧૮૨
(ગ) આવશ્યક મલયગિરિવૃત્તિ પૃ. ૨૫૯૧ (ધ) મહાવીર ચરિયું ગા. ૯૨-૯૫ પૃ. ૩૪ મિ. (૮) મહાવીર ચરિયું ગુણચંદ્ર પુ. ૧૨૭ (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૧૧૯-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org