________________
માતા-પિતાની ખ્યાતિ
૩૦૫
નાટક કરનારાઓને, નાચ કરનારાઓને, દોરડા પર ખેલ કરનારાએને, કુસ્તી અને મુક્કાબાજી કરનારાઓને, વિદૂષકોને, વાંદરાની માફક અહીંતહીં ઊછળનાર-કૂદનારાઓને, ખાડાઓને કૂદી જનારાને, નદી તરનારાઓને, કથાવાચકને, સૂક્તિ–પાઠકેને, રાસ કરનારાઓને, વાંસ પર ચઢી વિવિધ પ્રકારના ખેલ કરનારાઓને, હાથમાં ચિત્ર લઈને ભિક્ષા માગનારા વિશિષ્ટ સંન્યાસીઓને, તૂણ નામનું વાઘ વગાડનારાઓને, વીણા, મૃદંગ અને તાળી પાડનારાઓને સજજ કરે અને ત્રિક, ચતુષ્પથ અને ચચ્ચર વગેરે સ્થાનમાં પિતાની શ્રેષ્ઠ કલાઓ લેકોને દેખાડે એ એમને નિર્દેશ કરો. રાજાની આજ્ઞા મેળવી અધિકૃત અધિકારી પોતપોતાના કાર્યમાં તલ્લીનતાથી લાગી ગયા. ૨૮ - આ પછી રાજા સિદ્ધાર્થ વ્યાયામશાલામાં ગયા. દૈનિક કાર્યક્રમ સમાપ્ત કરી તે રાજસભામાં આવ્યા. આનંદ અને ઉલ્લાસની મધુર ક્ષણેમાં દસ દિવસ સુધી સ્થિતિ પતિત નામનો મહોત્સવ કર્યો. ૨૯
ત્રીજા દિવસે મહાવીરને ચન્દ્ર-સૂર્યનાં દર્શન કરાવ્યાં. છઠ્ઠા દિવસે રાત્રિ-જાગરણ કરવામાં આવ્યું. બારમા દિવસે નામ-સંસ્કાર કરવામાં આવ્યું. એ દિવસે સિદ્ધાર્થે પિતાના ઈષ્ટ મિત્રો, સ્વજનો,
સ્નેહીઓ અને નોકરોને આમંત્રિત કરી ભેજન–પાણી, અલંકાર વગેરેથી સર્વને સત્કાર કરી પ્રસન્ન કર્યા.
માતા-પિતાની ખ્યાતિ ભગવાન મહાવીરના જન્મોત્સવનું વર્ણન વાચક વાંચી ગયા ૨૮ કલ્પસૂત્ર. સૂત્ર ૯૭ થી ૯૮ ૨૯ (ક) કુરુકમાવાગતે પુત્રજન્માનુષ્ઠાને (નિ. ૧,૨,૭)
(ખ) ભગવતી ૧૧,૧૧, (ગ) નાયા ધમ્મકહા ૧,૧૪ (ઘ) રાયપ્રસ્નીય. ૨૮૬
.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org