________________
૨૮૫
જન્મ પૂર્વની પરિસ્થિતિ મળે છે.• એનાથી પણ ખ્યાલ આવે છે કે છેલ્લાગ સન્નિવેશ વાણિજ્યગ્રામ નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું હતું. ૪૧ આ પ્રમાણે ક્ષત્રિયકુંડ અને વાણિજ્યગ્રામ એ બને નગર પાસે પાસે આવેલાં હતાં વાણિજ્યગ્રામ અને વૈશાલીની વચ્ચે ગંડકી નદી વહેતી હતી.૪ એટલે વૈશાલી પણ નજીકમાં જ હતું.
ડોકટર હારનલેએ૩ મહાવીરનું જન્મસ્થાન કેલ્લાગ સન્નિવેશ હોવાનું જણાવ્યું છે. પણ આ ઉચિત નથી. એમની આ કલ્પના આધારહીન છે. કેમકે આગમ અને આગામેત્તર સાહિત્યમાં સ્પષ્ટપણે ક્ષત્રિયકુંડને ઉલ્લેખ છે. તે પણ કલાગ સન્નિવેશમાં જ્ઞાતૃકુલની પૌષધશાલા હતી. એના આધારે એને ભગવાન મહાવીરની જન્મભૂમિ માનવી તે યુક્તિયુક્ત નથી.
ત્રિશલાના ગર્ભમાં
જેમ પૂર્વપડમાં જોઈ ગયા છીએ તેમ ભગવાન મહાવીરનો જીવ પ્રાણુત સ્વર્ગથી ચ્યવને બ્રાહ્મણકુંડના ઋષભદત્ત બ્રાહ્મણની ધર્મપત્ની દેવાનંદાના ગર્ભમાં આવ્યો. ખાસી રાત્રિ સુધી એના ગર્ભમાં રહ્યા અને એ પછી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં સાહરિત કરવામાં આવ્યા.
અહીંયાં એ જણાવી દેવું ગ્ય થશે કે જૈન પરંપરામાં તીર્થંકરને
૪૦ ઉપાસકદશા અ ૧,૭૮-૮૦ ૪૧ ઉપાસકદશા અ. ૧૭ ४२ नाथोऽपि सिद्धार्थपुराद्वैशाली नगरी ययौ ।
शंखः पितृसुहत्तत्राभ्यानर्च गणराट् प्रभुम् ॥ तत. प्रतस्थे भगवान् ग्राम वाणिजकं प्रति । મને દિવિજ નામ ની નાવોત્તતા રા
ત્રિષષ્ટિ ૧૦,૪,૧૩૯ ૪૩ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૪, પૃ. ૨૧૮માં ડો. હારનો
મહાવીર તીર્થકરની જન્મભૂમિ' લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org