________________
૨૬૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
૩૨. નંદ (જૈનદીક્ષા) ૭૪, ૨૪૨-૨૪૩. ૩૩. અશ્રુતના પુત્તર વિમાન ૭૪, ૨૪૬. ૩૪. સિદ્ધાર્થ પત્ની પ્રિયકારિણીના પુત્ર વર્ધમાન ૭૪, ૨૫૧.
આવશ્યક નિર્યુક્તિની સાથે ઉત્તરપુરાણના પૂર્વભવોની તુલના કરવાથી એ જણાઈ આવે છે કે આ ભવમાં કઈ મહત્વપૂર્ણ ફેરફાર નથી, ફક્ત સંખ્યામાં ફેર છે. જે મહત્ત્વના ભવ છે, તે બને પરંપરામાં પ્રાયઃ સમાન જ છે. નિર્યુક્તિકારે મરીચિના ભાવમાં “એમાં પણ ધર્મ છે એ પ્રરૂપણ કરી જેનાથી એને અનંત સંસાર વધી ગયો પરંતુ ઉત્તરપુરાણમાં આ પ્રમાણેને કઈ પ્રસંગ બતાવવામાં આવ્યું નથી.
ઉપર્યુક્ત પંક્તિઓમાં ભગવાન મહાવીરના પૂર્વ અંગે તુલનાત્મક દ્રષ્ટિથી કંઈક લખવામાં આવ્યું છે, જે જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની સ્પષ્ટ ઝાંખી કરાવે છે. ભૌતિક અિધૂર્યની ઉન્નતિ વસ્તુતઃ ઉન્નતિ નથી. આધ્યાત્મિક ઉન્નતિના અભાવમાં ભૌતિક ઉન્નતિ કેઈ પણ પ્રકારની અવનતિનું કારણ બને છે. થેડીક અસાવધાની કેટલા મોટા પતનને નોંતરે છે, ફરી ઉત્થાન માટે કેટલે કઠેર શ્રમ અને તપ કરવું પડે છે વગેરે વાતે મહાવીરના પૂર્વભવના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. આ સાથે એ સત્ય પણ સ્પષ્ટ થયું છે કે ભગવાન મહાવીરે તીર્થકર બનીને જે અનંત આધ્યાત્મિક-ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, એ એક જન્મની સાધનાને પથે નહીં, પણ અનેક જન્મોની કઠોર તપ–ધ્યાન વગેરેની સાધનાનું જ પરિણામ છે. આ સાધના આત્માનું ઉત્થાન થયું. જૈન-દર્શન સંમત આત્મ–ઉત્તારવાદની એક વિરલ ઝાંખી પણ આ પૂર્વભવના પરિશીલનથી આપણી સમક્ષ સ્પષ્ટ થઈ જાય છે.
* * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org