SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૪૯ પુર પર ચઢાઈ કરી. ત્રિપુષ્ટકુમાર પણ પિતાના સૈન્ય સાથે દેશની સીમા પર આવીને ઊભે રહ્યો. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ટને એ નરસંહાર એગ્ય ન લાગ્યું. એણે અવગ્રીવને કહ્યું “નિરપરાધી સૈનિકને મારવાથી શું ફાયદે છે? એ એગ્ય છે કે આપણે બે જ યુદ્ધ કરીએ.” અશ્વગ્રીવે આ પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો. બને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. અવગ્રીવનાં બધાં શો પૂરાં થઈ ગયાં. એણે ચકરત્ન ફેક્યું. ત્રિપૃષ્ણ એને પકડી લીધું અને એના વડે પિતાના શત્રુનું મસ્તક કાપી નાંખ્યું. ત્યારે દિવ્યવાણીથી નભે મંડલ ગુંજી ઊઠવું, ત્રિપુષ્ટ નામના પ્રથમ વાસુદેવ પ્રગટ થઈ ગયા છે.”૮ " શ્વેતાંબર પરંપરાના ગ્રંથે અનુસાર વિશાખનંદીને જીવ સિંહ બન્યો હતો. પણ ઉત્તરપુરાણ અનુસાર વિશાખનંદીને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ બને. ઉત્તરપુરાણમાં સિંહને ઉપર્યુક્ત પ્રસંગ નથી. સમય આવ્યે અવીવને નાશ કરી તે ત્રિપૃષ્ઠ વાસુદેવ બળે. ગુણચન્દ્ર અને આચાર્ય હેમચન્ટે એક નવી ઘટનાને ઉલ્લેખ કર્યો છે. એ આ પ્રમાણે છે– એકવાર સંધ્યાનો સુંદર સમય હતે. સૂર્ય અસ્તાચલ તરફ પહોંચી ગયા હતા. એ સમયે ત્રિપૃષ્ઠ વાસુદેવ સમક્ષ સંગીતજ્ઞ આવ્યા. એમણે સંગીતની સુ–મધુર સ્વરલફરીથી વાતાવરણને મુખરિત બનાવી દીધું. નિદ્રા આવવાના સમયે વાસુદેવે શય્યાપાલકને કહ્યું-જ્યારે મને નિદ્રા આવી જાય, ત્યારે તું ગાયકને અટકાવી દેજે. શય્યાપાલકે ८ (8) देवेहि उग्घु एस पढमो तिविठ नामेण वासुदेवो त्ति । આવ. ચૂર્ણિ. પૃ. ૨૩૪ (ખ) આવ. નિયુક્તિ, મલય પૃ. ૨૫૦ ८ विशाखनन्दः संसारे चिर भ्रान्त्वातिदुःखितः । अश्वग्रीवाभिधः सू नुरजनिष्टापचारवान् । ઉત્તરપુરાણુ ૭૪, ૧૨૯ ૧૦ ઉત્તરપુરાણું ૭૪, ૧૬૧ થી ૧૬૪ પુ. ૪૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy