________________
યાર છું,
પટી વ્યવહાર કરે છે
ફાર અને ભારે
૨૪૦ :
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન તે વિચારવા લાગ્ય, અહે! મને આ ઉદ્યાનમાંથી બહાર કાઢવા માટે શું આ યુદ્ધનું નાટક કરવામાં આવ્યું નથી? અને આ નાટકના સૂત્રધાર સ્વયં મહારાજા જ લાગે છે? હું જેને માટે પ્રાણ તજવા તૈયાર છું, તે મહારાજા મારી સાથે આવે કપટી વ્યવહાર કરે છે? એને રાજાના
વ્યવહાર અને ભારે દુઃખ થયું. ક્રોધ પણ ચઢયે અને ક્રોધાવેશમાં તેણે ત્યાં રહેલા કપિત્થ (કેઠીનું ઝાડ) પર જોરથી લાત મારી જેવી એના પર રહેલાં બધાં (કઠાં ) ભૂમિ પર પડી ગયાં. એણે દ્વારપાલને ધમકાવતાં કહ્યું –“અધમ ! આ પ્રમાણે હું તમારા માથાં પણ ઉડાડી શકું છું. પણ રાજાને ગૌરવનું રક્ષણ કરવા ખાતર હું તેમ કરતે. નથી. મારી પાસે માગણી કરીને ઉદ્યાન લઈ શકાતું હતું, પરંતુ આ પ્રકારે છળ-કપટ કરવું અનુચિત છે. કુમારને કહી દેજે કે ભાઈની સાથે દગે કરવાનું પરિણામ સારું નહીં આવે.”?
વિશ્વભૂતિને ક્રોધ જોઈને પહેરેગીરને પસીને છૂટી ગયે. તેઓ થરથર ધ્રુજવા લાગ્યા, પરંતુ કુમારે પોતાના ક્રોધના આવેગને આગળ વધતું અટકાવી દીધું. ગ્લાનિ વૈરાગ્યમાં પલટાઈ ગઈ, એને સંસાર પ્રતિ વિરતિ થઈ ગઈ. તે ઘેરથી નીકળીને આર્ય સંભૂતિ સ્થવિર પાસે પહોંચી ગયેલા અને સંયમ ગ્રહણ કરી લીધો. કઠોર સાધના અને દીર્ધતપસ્યાથી આત્માને ભાવિત કરીને એણે અનેક પ્રકારની તજન્ય લબ્ધિઓ પ્રાપ્ત કરી.૯૪
એક વખતે વિહાર કરતાં કરતાં વિશ્વભૂતિ અણગાર મથુરા નગરીમાં આવ્યા. આ બાજુ વૈશાખનંદી કુમાર પણ મથુરાની રાજકન્યા સાથે લગ્ન કરવા ત્યાં આવ્યો અને મુખ્ય માર્ગ પર આવેલા રાજપ્રાસાદમાં ઊતર્યો. વિશ્વભૂતિ અણગાર માસિક ઉપવાસનાં પારણાં અર્થે ફરતા ૯૨ આવશ્યક ચૂર્ણિ પુ. ૨૩૧, (ખ) મહાવીર ચરિય ૩, ૫. ૩૩૬૬
(ગ) ષિષષ્ટિ ૧૦, ૧, ૯૬ ૯૩ એજન. તે બધા સ્થળે ૯૪ એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org