________________
વંશ અને પ્રદેશને “વિદેહી કહેવાનું કદાચ એ જ કારણ હેય. ૨૨ મા તીર્થંકર નેમિનાથને ઇતિહાસ કૃષ્ણ–બલદેવના કથાપ્રસંગો સાથે સંકળાયેલો છે. નેમિનાથના સંસાર પ્રતિના વિરક્ત ભાવમાં જીવમાત્ર પ્રત્યેની કરુણતા જ મુખ્ય કારણ જણાય છે કે જેનું જિન શાસનમાં મુખ્ય સ્થાન છે. ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની પરંપરા તો ભગવાન મહાવીરના સમયે વિદ્યમાન હતી. પાર્શ્વનાથની જીવનસાધનાએ બુદ્ધ આદિને સારા એવા પ્રભાવિત કર્યા હતા. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી શતાબ્દીની ધાર્મિક કાતિની પશ્ચાત્ ભૂમિકા ભગવાન પાર્શ્વનાથના સમયથી જ સ્પષ્ટ થવા લાગી હતી, મહાવીરે જેને પૂર્ણ વિકાસ કર્યો હતો.
અપ્રતિમ મહાવીર તીર્થકર મહાવીરના પુત્ર એક વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો હતો. ઋષભદેવના સમયમાં લેકા સરળ હતા તથા વચ્ચેના તીર્થકરોએ સરલ અને સમજુ (જુ-પ્રા) કેને સામનો કર્યો. જ્યારે મહાવીર યુગના લેકે સમયના પ્રભાવે તર્કપ્રિય ચતુર અને એકાન્તવાદી પણ થઈ ગયા હતા એટલે એમને ધર્મને વધુ વ્યથિત સ્વરૂપમાં રજૂ કરવો પડ્યો. જો કે મહાવીર દ્વારા વિચિત ધર્મમાં ઇષભેદવની અકિંચન મુનિવૃત્તિ, નમિનાથની અનાસક્તિ, નેમિનાથની કરુણા અને પાર્શ્વનાથનાં અહિંસામય સાધનેને સમન્વય થયેલું હતું, તેમ છતાં ઘણું બધું નવું હતું. વ્યક્તિગત રૂપે અનુભૂત તત્ત્વજ્ઞાનનું પ્રસ્તુતિકરણ તથા સંઘ વ્યવસ્થા આદિ. મહાવીર સૌથી પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે વ્યક્તિસ્વાતંત્ર્યને સામાજિક અને ધાર્મિક ભૂમિકા પર પ્રસ્થાપિત કર્યું. મહાવીરના વ્યક્તિત્વના અનેક ગુણે છે જે અનુકરણીય છે.
મહાવીર તત્ત્વજ્ઞાનના એક સફળ વ્યાખ્યાતા હતા, એમણે જગતના પદાર્થો વડે એનો સાક્ષાત્કાર કરી તેને સુંદર રીતે સમજાવ્યું હતું. સંસારના પદાર્થો (જીવ–સજીવ)નું અધ્યયન એમણે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org