________________
૨૧૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
એમાં એવી કેઈ સૂચના નથી." પણ વર્તમાનમાં જે આવશ્યકનિયુક્તિ મળે છે, એમાં એ સૂચના છે, મહાવીર અંગે જે ગ્રંથ છે, એમાં તે સર્વથી પ્રાચીન છે, એમાં સંશય નથી.
આવશ્યકનિયુક્તિમાં જેને સંકેત કરવામાં આવ્યું છે. એને વિસ્તાર પછીથી વિશેષાવશ્યકભાગ્ય, આવશ્યકચૂર્ણિ, આવશ્યક હરિ. ભદ્રીયવૃત્તિ, આવશ્યક મલયગિરિ વૃત્તિ, ચઉપન્ન મહાપરિસચરિયું, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રની વિભિન્ન ટીકાઓમાં કરવામાં આવે છે. - દિગબર પરંપરામાં મહાવીરના પૂર્વભવોનો ઉલ્લેખ સર્વપ્રથમ ઉત્તરપુરાણમાં થયે છે, એનું અનુકરણ અસગ કવિએ શ્રી વર્ધમાન ચરિતમાં, ભટ્ટારક સકલકીતિએ વીર વર્ધમાન ચરિતમાં, રઈધૂએ મહાવીર ચરિતમાં, સિરિહર અને વડઢમાણ ચરિત્રમાં, મિત્તહલે વર્ધમાન કાવ્યમાં અને કુમુદચન્ને મહાવીર રાસમાં કર્યું છે.
મહાવીરના પૂર્વ–ભ અંગે આગળ પર ચર્ચા કરી છે.
શ્વેતાંબર ગ્રંથમાં મહાવીરના સત્તાવીસ ભવેનું નિરૂપણ છે.’ અને દિગંબર ગ્રંથમાં તેત્રીસ ભવેનું વર્ણન છે. એ સિવાય નામ, સ્થળ અને આયુષ્ય વગેરે બાબતમાં બને પરંપરામાં ફેર છે. પરંતુ આટલું તે સ્પષ્ટ છે કે એમનું તીર્થકરત્વ અનેક જન્મની સાધનાનું પરિણામ હતું. સવાલ એ છે કે “સત્તાવીસ કે તેત્રીસ” ભવેનું વર્ણન
એનું કારણ કર્યું? અને ઉત્તર છે–મહાવીરના જીવે નયસાર કે પુરુરવાના ૫ મહાવીર પં. દલસુખભાઈ માલવણિયાની હસ્તપ્રત. ૬ (ક) જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, ભાગ ૩, પૃ. ૭૧.
(ખ) પ્રાકૃત સાહિત્યકા ઇતિહાસ ર્ડો. જગદીશચન્દ્ર જન. ૭ વીરોદયકાવ્ય : પ્રસ્તાવનાઃ હીરાલાલ સિદ્ધાન્ત શાસ્ત્રી. ૮ (ક) આવશ્યક ચૂણિ (ખ) ત્રિષષ્ટિ, ૧૦, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org