________________
સ્વાર્થ, પ્રતિસ્પર્ધા આદિ વિકાર પણ ઉદ્ભવ્યા. આના પરિણામે લેકૅષણ અને ધનૈષણેને પણ વિકાસ પામી.
આ પ્રમાણે માનવ સંસ્કૃતિ અને સભ્યતાનું જૈન પરંપરામાં જે ચિત્ર ઉપસ્થિત કરવામાં આવે છે તે નિરાધાર નથી. જન પુરાણકારોએ જે પરિસ્થિતિના યુગને ભોગભૂમિ કહી છે તે ભારતીય સભ્યતાના એ યુગની દ્યોતક છે કે જ્યારે કોઈ કૌટુમ્બિક વ્યવસ્થા ન હતી, જ્યારે દૈનિક આવશ્યકતની પૂરતી વૃક્ષો વડે કરવામાં આવતી હતી. જૈન પરંપરાએ એને કલ્પવૃક્ષ નામ દઈને વ્યક્તિના પોતાના પુરુષાર્થની સાર્થકતા અંગે સૂચન કર્યું છે. અને જેને જૈન સાહિત્યમાં કર્મ–ભૂમિ કહેવામાં આવી છે તે આધુનિક સભ્યતાને પ્રારંભનો યુગ છે. આ યુગમાં માનવે કૃષિ, અષિ, મષિ, શિ૯૫ આદિ આજીવિકાનાં કાર્યોને પ્રારંભ કર્યો હતો, જેના પ્રવર્તક જૈન પરંપરા ઇષભદેવને માને છે.
ભગવાન ઋષભદેવના સમયને માનવ ખૂબ સરળ હતો. ત્રઇષભદેવે એને કર્મ કરવાની પ્રેરણા આપી. એની બુદ્ધિ જાગૃત કરી. પુરુષાર્થને જાગૃત કર્યો. એટલે વન–સભ્યતામાં જીવનાર માનવ નગરસભ્યતાના નિર્માણ-કાર્યમાં જોડાયે. ધીમે ધીમે તે સમૃદ્ધિને માલિક બને તેમજ સંસ્કૃતિને વાહક પણ. આ વિકાસ-કમથી એ જણાઈ આવે છે કે ઋષભદેવ સિધુ-સભ્યતા(જે નગર-સભ્યતા હતી)ના પૂર્વે પોતાની સાધનામાં લીન હતા. એમની પ્રેરણાથી અને તત્કાલીન માનવનો પુરુષાર્થ જ સિધુ–સંસ્કૃતિના નિર્માણની આધારશિલા રહી હશે.
મહાવીરના જીવન-દર્શનની પૂર્વ પરંપરામાં ઇષભદેવ સિવાયના વચ્ચેના ૨૨ તીર્થકરોનાં ચિંતન અને સાધનાને પણ આમાં મહત્ત્વનો ફાળે હશે. ઇષભદેવ પછીના તીર્થ કરે માનવ સભ્યતાના વિભિન કાળે સાથે સંકળાયેલા છે. ત્રીજા તીર્થકર સુવિધિનાથ (પુષ્પદંત) સુધીનો સમય સિધુ-સભ્યતાને વિકાસકાળ માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org