________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૯૭
છદ્મસ્થ અવસ્થા સુધીના વિહાર અને ચાતુર્માસનું વિગતપૂર્ણ વર્ણન મળે છે, પણ કેવલ-જ્ઞાન પ્રાપ્ત થયા પછીના સમયનું વર્ણન મળતું નથી. મુનિશ્રીએ આ ઊણપને પ્રાચીન ગ્રંથાની સહાયથી અને પોતાની કલ્પના વડે દૂર કરી છે. એમણે છેંતાલીસ ચાતુમાસની સૂચિ આપી છે. ભગવાન મહાવીર કયાં કયાં ગયા અને કેવી રીતે પ્રચાર આદિ કાર્ય કરવામાં આવ્યું એની વિગત પણ આપી છે. પ્રસ્તુત ગ્રંથ મહાવીરના જીવન પર અનેાખા પ્રકાશ પાડે છે. પરિશિષ્ટમાં ભૌગોલિક ક્ષેત્રોને પણ પરિચય આપ્ચા છે.
તીર્થંકર વમાન
આના લેખક છે શ્રીચન્દ્ર રામપુરિયા. એમણે મુખ્યત્વે આગમ સાહિત્યના આધારે મહાવીર જીવન પર સપ્રમાણ પ્રકાશ પાડયો છે. ચૂર્ણિ વગેરેને આધાર ન લેવાને કારણે મહાવીર જીવનના કેટલાય મહત્ત્વપૂર્ણ પ્રસંગે એમાં જોવા મળતા નથી. ખીજા ખંડમાં મહાવીર વાણીનું સ્વતંત્ર રીતે સંકલન કરવામાં આવ્યું છે.
તીર્થંકર મહાવીર ભાગ ૧-૨
આ ગ્રંથરત્નના લેખક ઇતિહાસતત્ત્વમહેાદધિ વિજયેન્દ્રસૂરિ છે. એમણે મુનિશ્રી કલ્યાણ વિજયજીની શૈલીનું ચાતુમાસની દૃષ્ટિએ અનુસરણ કર્યુ છે, પણ અનેક નવીન ઐતિહાસિક બાબતોનું નિરૂપણ કર્યુ” છે. સર્વત્ર લેખકની શેાધ-પ્રધાન દેષ્ટિનું દર્શન થાય છે. અન્ન ભાગ ખૂબ મહત્ત્વના છે.
આગમ ઔર ત્રિપિટક એક અનુશીલન॰
પ્રસ્તુત ગ્રંથના લેખ મુનિશ્રી નગરાજજી છે. આગમ તથા
૮. હમીરમલ પૂનમચન્દ્ર રામપુરિયા, સુજાનગઢ (બીકાનેર)
૯. યશેાધમ મંદિર, ૧૬૬, મર્જવાન રાડ, અંધેરી, મુ`બઈ ૫૮ ૧૦, જૈન શ્વેતામ્બર તેરાપી મહાસખા, ૩ પાસું ગીજ ચ સ્ટ્રીટ કલકત્તા ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org