________________
૧૮૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભાષા કહેવાય છે. પ્રાચીન સમયમાં બન્નેનું સરખું મહત્વ હતું. વૈદિક કાળમાં સંસ્કૃતનું પ્રાધાન્ય હતું. વેદ, ઉપનિષદ વગેરે રચનાઓ સંસ્કૃતમાં થઈ હતી. પ્રાચીન જૈન અનુકૃતિના આધાર પર એમ માનવામાં આવે છે કે જૈન ધર્મનું પૂર્વકાલીન સાહિત્ય પણ સંસ્કૃતમાં હતું. પરંતુ પછીના જન સાધારણને સુગમતાથી તાવની સમજણ આપી શકાય તે માટે એકાદશ અંગેની રચના પ્રાકૃતમાં કરવામાં આવી.
- પ્રાચીન સમયમાં સંસ્કૃત તત્ત્વ અને દર્શનની ભાષા રહી હતી, પરંતુ કાવ્ય તથા ચરિત કાવ્યની ભાષા ઘણા સમય પછી બની હતી. સંસ્કૃતમાં સર્વથી પ્રાચીન ચરિત્રાત્મક ગ્રંથ વાલમીકિ રામાયણ અને મહાભારત (જય–ભારત) મનાય છે.
જૈન પરંપરામાં જે સંસ્કૃત ગ્રંથની રચના થઈ તે પ્રારંભમાં તે દાર્શનિક ગ્રંથે જ હતા. દર્શન અને ઉપદેશ ગ્રંથેને માટે સંસ્કૃતને પ્રારંભિક પ્રયોગ થયે હતે. જૈન પરંપરામાં સૌથી પહેલાં સંસ્કૃત લેખક આચાર્ય ઉમાસ્વાતિને ગણવામાં આવે છે. આચાર્ય ઉમાસ્વાતિ પછી સંસ્કૃત લેખન પ્રવૃત્તિનો એક પ્રવાહ ચાલુ થાય છે. અનેક આચાર્યોએ દર્શન, તર્ક, ન્યાય, તિષ વગેરેની સાથે સાથે ચરિત્ર કાવ્ય માટે પણ સંસ્કૃત ભાષા અપનાવી અને પુરાણ તેમજ ચરિત્રગ્રંથ સંસ્કૃતમાં લખાવા લાગ્યા. - ભગવાન મહાવીરનું ચરિત્ર સર્વપ્રથમ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. એ પછી જ્યારે સંસ્કૃતને પ્રભાવ વધી પડે છે તે વખતે આચાઓંએ સંસ્કૃતમાં પણ પિતાના આરાધ્ય પુરુષોનાં જીવનચરિત્રો લખ્યાં છે. તીર્થકરોનાં સંસ્કૃત જીવનચરિત્રોમાંથી અત્રે ભગવાન મહાવીરના જીવન અંગે પ્રાપ્ત સંસ્કૃત સાહિત્યને સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવે છે. ૧ કર્યા gયં સેવ પસાથે રૂણિમાસિકં – અનુગદ્વાર ૨ હીરપ્રશ્ન, કિલાસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org