________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૬૩ અગેની સામગ્રી પ્રાપ્ત થાય છે. જેમકે, બાવીસ તીર્થકરોમાંથી વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્થ અને મહાવીરને કુમારવાસમાં પ્રવજિત થયેલા ગણાવ્યા છે. મહાવીર વાઇષભનારા સંહનન અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા.૩° અને સાત હાથ ઊંચા હતા. એમના તીર્થમાં જમાલી, તિષ્યગુપ્ત, આષાઢ, અવમિત્ર, ગંગ, ષલક, રોહગુપ્ત અને ગેઝમહિલ નામના સાત નિબ્દની ઉત્પત્તિ થઈ૩૧ આઠમાં અધ્યયનમાં મહાવીરે જે આઠ રાજાઓને દીક્ષા આપી હતી, એનાં નામ વીરાંગદ, ક્ષીરયશ, સંજય ઐણેયક, વેત, શિવ, ઉદાયન, શંએવ આપવામાં આવ્યાં છે.૩૨ દશમા અધ્યયનમાં દસ આશ્ચર્યોમાં મહાવીરના ગર્ભહરણની ઘટના છે. ૩૩
સમવાયાંગ સૂત્ર એની પણ સ્થાનાંગની જેમ સંકલના થઈ છે. એમાં મહાવીરના અગિયાર ગણધરનાં, માતા-પિતાનાં નામ, આયુષ્ય વગેરે અનેક વાતનું નિરૂપણ છે.૩૫
ભગવતી (વ્યાખ્યાજ્ઞસિ સૂત્ર)
ભગવતીએ આગમ સાહિત્યમાં સૌથી અધિક વિશાલકાય ગ્રંથરતન છે. એમાં અનેક વિષયે અંગે તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી છે. એમાં મહાવીરના જીવનની અનેક વાતો જોવા મળે છે. મહાવીરને સાલિય અને મહાવીરના શ્રાવકને “સાલિય સાવએ” ૩૦ સ્થાનાંગ ૭,૫૬૮ ૩૧ સ્થાનાંગ ૭,૫૮૭ ૩૨ એજન ૮૬૨૧ ૭૩ એજન ૧૦,૭૭૭ ૩૪ સમવાયગ ૪૪ ૩૫ સમવાયીગ ૧૫૭,૫,૬,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,
૧૮, ૧૯,૨૦,૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org