________________
૧૫
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર કરી રાખ્યો હતો. ૧• તે પિતાના નિમિત્તે બનાવવામાં આવેલા ધાર્મિક આહાર વગેરેનું પણ સેવન કરતા નહીં. જેમાં કિંચિત માત્ર પાપ થવાની સંભાવના હોય, એવું કંઈ પણ કાર્ય તેઓ કરતા નહીં અને કે અન્ય પાત્ર (વાસણ) ભેજન આદિમાં ઉપગમાં લેતા નહીં. ૧૧ સન્માન અને અપમાન છેડીને અદીનમનસ્ક બનીને તેઓ ભિક્ષા માટે જતા હતા. અશન, પાનની માત્રા અને પૂર્ણપણે સભાન રહેતા. રસે પ્રતિ આસક્તિ રાખ્યા વગર જે કંઈ પ્રાપ્ત થતું તે તેઓ ખાઈ લેતા હતા. ૧૨ તેઓ ન તે આંખોનું પ્રમાર્જન કરતા કે ન તે શરીરને ખંજવાળતા.૧૩ માર્ગમાં ચાલતી વખતે આમ-તેમ બહુ ઓછું જેતા. પ્રાયઃ તેઓ મૌન રહેતા, પ્રશ્ન કરવામાં આવે ત્યારે ટૂંક ઉત્તર આપતા હતા.
ભગવાન મહાવીર વિહાર દરમ્યાન ગૃહ, પણ્યશાલા (દુકાન), પાલિતસ્થાન (કારખાના), પલાલજ (ઘાસની ગંજી), આગન્તાર (અતિથિ-ગૃહ), આરામગાર, શમશાન, શૂન્યાગાર, વૃક્ષમૂલ વગેરે સ્થાન પર રોકાતા અને અપ્રમત્ત બની રાત-દિવસ ધ્યાન કરતા. ઊંઘની કિંચિત્ માત્ર ઈચછા કરતા નહીં, નિદ્રા આવે તે વખતે ઊભા રહીને આત્માને જાગૃત કરતા, નિદ્રા આવે તે વખતે મુહુર્ત–પર્યન્ત આમ તેમ ફરતા. ૧૫ એમને વસતિ-સ્થાનમાં સર્ષ વગેરે પ્રાણીઓ, પક્ષીઓ, દુરાચારીઓ, ગ્રામરક્ષક, શસ્ત્રધારીઓ દ્વારા અનેક પ્રકારનું દુઃખ આપવામાં આવતું. ઈહલેક અને પરલેક અગેના વિવિધ પ્રકારના ભય તથા અનુકૂળ પ્રતિકૂલ ઔદ્રિયક વિષય ઉપસ્થિત થવાને પ્રસંગે
૧૦ આચારાંગ ૧,૧,૯,૧૭ ૧૧ એજન ૧,૧,૯, ૧૯ ૧૨ એજન ૧,૧,૯,૨૦ ૧૩ એજન ૧,૧,૯,૨૧
૧૪
૧૫ એજન ૧.૨,૯, ૫-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org