________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૫૭
વૃત્તિકારે ચતુર્દેશ પૂર્વવિદ્ કર્યાં છે.જ ચૂર્ણિ અને વૃત્તિમાં કોઈ પણ સ્થાને નામના નિર્દેશ થા નથી પણ અન્યત્ર આધારે એ કહી શકાય કે અહીં... સ્થવિર શબ્દ બાહુને માટે પ્રત્યેાજાયેલા છે.
ઉપલબ્ધ સંદર્ભોને ચતુ શપૂર્વી ભદ્ર
પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયન છે. એમાંથી નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરના શ્રમણ જીવનનું આદર્શ અને હૃદયસ્પર્શી ચિત્ર દોરવામાં આવ્યું છે. એમની કઠોર સાધના અને તિતિક્ષાનું રોમાંચકારી વર્ણન આ અધ્યયનમાં વાંચવા મળે છે. આ અધ્યયનનું નામ ઉપધાન શ્રુત છે. નિયુક્તિકાર ઉપધાન શબ્દની વ્યાખ્યા કરતાં જણાવે છે કે તકિયા દ્રવ્ય ઉપધાન છે, જેનાથી સૂવામાં સગવડતા મળે છે અને તપ ભાવ ઉપધાન છે જેનાથી ચારિત્ર પાલનમાં સહાયતા પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે જલથી મેલું વસ્ત્રશુદ્ધ થાય છે, તેવી રીતે તપથી આત્મા નિર્મલ અને છે. ભગવાન મહાવીર એક આદર્શ અને મહાન શ્રમણ હતા. એમણે પોતાના શ્રમણુજીવનમાં ઉગ્ર તપ કર્યું હતું. એવું જ ઉગ્ર તપ પ્રત્યેક શ્રમણે કરવું જોઈ એ. એની નજર સમક્ષ પ્રતિપક્ષ, પ્રતિક્ષણ મહાવીરનું તપઃકર્મ આદર્શ તરીકે રહેવું જોઈ એ. વિશુદ્ધ તામય જીવન જ શ્રમણ-જીવનને જવલંત આદર્શ છે.
પ્રસ્તુત અધ્યયન ચાર ઉદ્શકમાં વિભક્ત છે. પ્રથમ ઉદ્દેશકમાં મહાવીરની ચો(વિહાર)નું વર્ણન છે. ખીજામાં શય્યા-વસતિને ઉલ્લેખ છે. ત્રીજામાં પરીષહ–કષ્ટોનું વર્ણન છે અને ચાથામાં આતંક ચિકિત્સાના ઉલ્લેખ મળે છે. સામાન્ય રૂપમાં આ ચારે ઉદ્દેશકામાં તપને સમાવેશ થયેા છે. આ વર્ણન એટલું સહજ, સમુચિત અને સરલ છે કે પ્રબુદ્ધ વાચક એને વાંચતા-વાંચતાં જ શ્રદ્ધા-વિભાર થઈ જાય છે. જ્યારથી મહાવીર અનગાર બને છે, ત્યારથી એમના વિહાર શરૂ થઈ જાય છે. મહાવીરે જ્યારે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે એમની પાસે એક
આચારાંગ વૃત્તિ, પત્ર ૨૯૦.
४ स्थविरैः श्रुतवृद्धैश्चतुर्दशपूर्व विद्भिः ।
GEG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org