________________
૧૧૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
રાજકુમારમાં રાજપ્રાપ્ત કરવાની તીવ્ર ઉત્કંઠા રહેતી એટલે રાજા એના પ્રતિ શંતિ અને એનાથી ભયભીત રહેત.૫૩ આને કારણે એના પર કઠોર નિયંત્રણ રાખવામાં આવતું. તથાપિ કેટલાક મહત્ત્વાકાંક્ષી રાજકુમાર મેકે મળતાં પિતાના કારસ્તાનમાં સફળ બનતા. તેઓ રાજાને વધ કરી સ્વયં પિતે રાજા બની જતા. કૃણિકે રાજા શ્રેણિકને પિતાના સાવકા ભાઈની સહાયથી જેલમાં પૂરી દીધું હતું અને તે રાજસિંહાસન પર બેસી ગયું હતું. એ પછી પિતાની માના કહેવાથી તે પરશુ લઈને બેડી તેડવા જાય છે, તે જોઈને રાજા એમ સમજે છે કે તે એને મારવા આવે છે, એટલે કૃણિક આવી પહોંચે તે પૂર્વે પિતાની પાસે રહેલ તાલપુટ વિષ ખાઈને રાજાએ પોતાના જીવનને અંત આર્યો હતો. ૫૪
( કૌટિલ્ય પિતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છેરાજાએ કરચલા જેવા પિતાના પુત્રોથી સતત સાવધાન રહેવું જોઈએ. અને ઉશૃંખલ પુત્રોને કેઈ નિશ્ચિત સ્થાન યા દુર્ગમાં કેદ કરી રાખવા જોઈએ. પપ
રાજ્યાભિષેક
રાજાને અભિષેક સમારોહ અતિ ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવતું. જ્યારે મેઘકુમારે દીક્ષા લેવાને નિશ્ચય કર્યો, ત્યારે માતા-પિતાના અતિશય આ ગ્રહને વશ થઈ તેઓ એક દિવસ માટે રાજસંપદાને ઉપગ કરવા તૈયાર થાય છે. અનેક ગણનાયક, દંડનાયક વગેરેથી વીંટળાયેલા એવા એને સોના, ચાંદી, મણિ, મિતી ઇત્યાદિ યુક્ત આઠ-આઠ કલશથી સ્નાન કરાવવામાં ૫૩ અર્થશાસ્ત્ર (૧,૧૭,૧૩,૧)માં કૌટિયે રાજાને પોતાની રાણીઓ અને
પુત્રોથી સાવધાન રહેવાનું જણાવ્યું છે. ૫૪ (ક) આવશ્યક ચૂર્ણિ ૨. પૃ. ૧૭૧ (ખ) બૌદ્ધપરંપરામાં અજાતશત્રુએ
બિંબિસારને કેદ કરીને તપનગૃહમાં રાખ્યો હતો એવો ઉલ્લેખ છે.
જુઓ – દીઘનિકાય ટીકા ૧ ૫. ૧૩૫ ૫૫ અર્થશાસ્ત્ર ૧, ૧૭, ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org