________________
૧૦૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
બતાવે છે અને જે દ્વારા સર્વ વસ્તુ જાણું અને સમજી શકાય છે. એ સ્પષ્ટ છે કે બૌદ્ધ વિદ્વાને પણ માગધી ભાષાને સર્વ ભાષાની મૂળ માને છે. જેવી રીતે જેનેએ અર્ધમાગધીને અને વૈયાકરણોએ આર્યભાષાને મૂળ ભાષા તરીકે ગણાવી છે. અર્ધમાગધી અને પાલિ એકબીજથી અત્યંત નજીક હોય એવી છે. જર્મનીના મહાન વિદ્વાન રિચાર્ડ પિશલે અર્ધમાગધીનાં અનેક પ્રાચીન રૂપે અંગે વિસ્તૃત ચર્ચા– વિચારણા કરી છે, તે અત્રે ઉલ્લેખનીય છે.૮૭
જિનદાસગણીએ મગધના અર્ધ વિસ્તારમાં બેલાતી ભાષા અથવા અઢાર દેશી ભાષાઓથી નિયત ભાષામાં કથન કર્યું છે.૮૮ આચાર્ય અભયદેવના મત પ્રમાણે એ ભાષામાં કેટલાંક લક્ષણો માગધીનાં અને કેટલાંક લક્ષણે પ્રાકૃતનાં મળતાં હોવાથી એને અર્ધમાગધી કહેવામાં આવે છે.૮૯
વ્યાપાર અને સમુદ્રયાત્રા વૈોને મુખ્ય વ્યવસાય વ્યાપાર હતો અને તે વ્યાપાર અર્થે વિદેશમાં પણ જતા હતા. વ્યાપાર કરવાના કારણે એમને વણિક પણ કહેવામાં આવતા. વણિક શબ્દનું અપભ્રંશ રૂપ “બનિયા” આજ પણ વેપારી લેકે માટે પ્રયોજાય છે. પ્રાયઃ વણિક લેકે જ સમુદ્રપાર જતા હતા. જલ અને સ્થલ અને માર્ગેથી વ્યાપાર થતા ૮૬ અલંકાર તિલક ૧, ૧. ૮૭ પ્રાકૃત ભાષાએાંકા વ્યાકરણ પૃ. ૩૩ ૮૮ નિશીથ ચૂર્ણિ ૧૧, ૩૬૧૮ ૮૯ (ક) ભગવતી વૃત્તિ ૫, ૪, પૃ. ૧૪૮
(ખ) પપાતિક સૂત્ર ટીકા ૩૪, પૃ. ૧૪૮ ૯૦ (ક) ઉત્તરાધ્યયન ૨૧, ૨-૩
(ખ) ઉત્તરાધ્યયન ૭, ૧૪-૧૫. ૯૧ ઉત્તરાધ્યયન ૩૫-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org