________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
૭૧ ગોરખનાથને બપ્પા રાવલના સમકાલીન માન્યા છે. ઘણું ખરું સંભવિત એ છે કે ભગવાન નેમિનાથની અહિંસક કાતિએ યાદવવંશમાં અભિનવ જાગૃતિને સંચાર કર્યો હતો. ભગવાન પાર્શ્વની ‘કમઠપ્રતિબંધની ઘટનાએ તાપમાં વિવેકનો સંચાર કર્યો હતો. એમના પ્રબલ પ્રભાવથી નાથ પરંપરાના રોગીઓ પ્રભાવિત થયા હોય અને નીમનાથી, પારસનાથી પરંપરા પ્રચલિત થઈ હોય. ડૉ. હજાર પ્રસાદ દ્વિવેદીએ આ સત્ય–તથ્યને આ રીતે પ્રસ્તુત કર્યું છે–
ચાંદનાથ સંભવતઃ પ્રથમ સિદ્ધ હતા કે જેમણે ગેરખમાર્ગને સ્વીકાર કર્યો હતો. આ શાખાના નીમનાથી અને પારસનાથી નેમિનાથ અને પારસનાથ નામના જૈન તીર્થકરના અનુયાયીઓ જણાય છે. જૈન સાધનામાં વેગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નેમિનાથ અને પાર્વનાથ ચોકકસપણે ગેરખનાથના પૂર્વકાલીન હતા.૩૨
ભગવાન મહાવીરના પૂર્વકાલીન તીર્થકરોનાં નામ સાથે આજે “નાથ” શબ્દ પ્રચલિત છે. એનાથી એ ફલિત થાય છે કે એ શબ્દ જૈન પરંપરામાં સારા પ્રમાણમાં માનસૂચક રહ્યો છે. ભગવાન મહાવીરના નામ સાથે નાથ શબ્દને પ્રચાર નથી, એટલે એને પૂર્વકાલીન પરંપરાનો સૂચક માનીને જ અત્રે એ અંગે કંઈક ચર્ચા-વિચારણા કરી છે.
૩૨. નાથ સંપ્રદાય-હજારીપ્રસાદ ત્રિવેદી પુ. ૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org