________________
૬૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એચ. સી. રાય ચૌધરીને મત છે કે વિદેહના મહારાજા જનક યાજ્ઞવજ્યના સમકાલીન હતા. યાજ્ઞવક્ય બૃહદારણ્યક અને છાન્દગ્ય ઉપનિષદનાં મુખ્ય પાત્ર પાંચ છે. જેમને સમય ઈ.સ. પૂર્વેની સાતમી શતાબ્દી છે. પ્રસ્તુત ગ્રંથના પૃષ્ઠ ૯૭માં નેધવામાં આવ્યું છે.–“જૈન તીર્થંકર પાશ્વને જન્મ ઈ.સ. પૂ. ૮૭૭ અને નિર્વાણકાલ ઈ.સ. પૂ. ૭૭૭ છે.” આ પરથી એ સાબિત થાય છે કે પ્રાચીનતમ ઉપનિષદ પાર્શ્વના પછીના સમયનાં છે.' - ડૉ. રાધાકૃષ્ણના અનુમાન પ્રમાણે પ્રાચીનતમ ઉપનિષદોને સમય ઈ.સ. પૂર્વેની આઠમી શતાબ્દીથી ઈ.સ.ની ત્રીજી શતાબ્દી સુધીને છે.
એટલે એ સ્પષ્ટ છે કે ઉપનિષદ સાહિત્ય ભગવાન પાર્શ્વના પછીના સમયમાં રચાયું છે. ભગવાન પાર્વે યજ્ઞ વગેરેને ખૂબ વિરોધ કર્યો હતો. એમણે આધ્યાત્મિક સાધના પર ભાર મૂક્યો હતો, જેને પ્રભાવ વૈદિક ઋષિઓ પર પણ પડશે અને તેઓએ ઉપનિષદેમાં યાને વિરોધ કર્યો. તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે–ચ વિનાશી અને દુર્બલ સાધન છે. જે મૂઢ છે એ એને શ્રેય માને છે. તેઓ વારંવાર જરા અને મૃત્યુને પ્રાપ્ત કર્યા કરે છે.
| મુડકેપનિષદમાં વિદ્યાના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે– પરા અને અપરા. પરા વિદ્યા એ છે કે જેનાથી બ્રાની પ્રાપ્તિ થાય છે. અને એનાથી ભિન્ન તે અપરાવિદ્યા છે. વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, ક૯૫, વ્યાકરણ, નિરુક્ત, છન્દ અને જતિષ એ અપરા વિદ્યા છે.
૬. પિોલિટિકલ હિસ્ટ્રી ઓફ એશિયસ્ટ ઇન્ડિયા પુ. પર ૭. દી પ્રિંસિપલ ઉપનિષદાજુ પૃ. ૨૨. ८. प्लवा ह्येते अदृढा यज्ञरूपा अष्टादशोक्तमवर येषु कर्म । . एतच्छ्रेयो येऽभिनन्दन्ति मूढा जरामृत्यु ते पुनरेवापि यन्ति ।।
–મુણ્ડકોપનિષદ્ ૧ ૨. ૭૩ ૯. માવ્ય . ૧, ૧, ૪,૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org