________________
કાયાની માયા તમને શું પ્રિય છે ? તમારા દેહ ? તમારી દષ્ટિ જે તમારા દેહ પર જ હશે તે બીજા જીવના પણ તમે દેહ જ જેવાના. તમારી દષ્ટિ જે તમારા આત્મા પર હશે તો બીજા તરફ જવાનો પ્રસંગ આવતાં બીજાના આત્મા તરફ દષ્ટિ જવાની. e દેહ પર રાગ, પ્રેમ ખતરનાક છે. જ્યાં સુધી એ રાગપ્રેમ તૂટે નહિ ત્યાં સુધી તમે ચિત્તશાંતિ, પરમ શાંતિ અનુભવી શકશે નહિ. આત્મા તરફ તમારી દૃષ્ટિ જશે નહિ. આમાની દુદ શા દેખાશે નહિ... એને દૂર કરવાના પુરૂષાર્થ તમે કરી શકશે નહિ.
દેહ પરથી દષ્ટિ હટે તો જ આમા પર દષ્ટિ પહોંચે. આત્મદર્શન કરવા માટે દેહ પરની રાગદષ્ટિને હટાવવી અનિવાય છે. વળી દેહ પર રાગ કરવા જેવું છે પણ શું ?
- કોલસા જેવી કાયા ચામડાં, હાડકાં અને માંસનું બનેલું શરીર તમને ગમે છે ? વહાલું લાગે છે ? અનંત ગુણોથી ભરેલે, સત્ ચિત્ આનંદમય આતમા વહાલા લાગતું નથી ? શરીરમાં કંઈ જ સાર નથી. એના પર રાગ ન કરો. રાગ કરી કરીને શરીરને વિશુદ્ધ કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ શરીર વિશુદ્ધ થવાનું નથી. આજે તમે શરીરને શુદ્ધ કર્યું, કાલે તે અશુદ્ધ બની જશે ! આજે તમે જેને પુષ્ટ બનાવ્યું, કાલે તે સ્વયં નિર્માળ બની જવાનું. જ કોલસાને ગમે તેટલે દેવાને પુરૂષાર્થ કરી, એ કાળા જ રહેવાને. રે માટીની કઠીને ગમે તેટલી ધૂઓ, માટી જ નીકળવાની !
- શરીરની ચામડી ન જુઓ, શરીરની અંદર જે આત્મા છે તેને જુએ, રૂપ એ તે પુદગલની માયા છે. આમાં અરૂપી છે....શરીરની બિભત્સતા વિચારી તેના પર વિરાગી બનોં.
३२
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org