________________
સમીક્ષા :
મહોપાધ્યાય શ્રીયવિજયજી મહારાજ સાડાત્રણસે. ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં નય, નિક્ષેપ, સપ્તભંગી, વ્યવહાર, નિશ્ચય, ઉત્સર્ગ, અપવાદ વગેરે સવ રીતે ભક્તિ કર્યા પછી ઉપસંહાર કરતાં છેવટે કહે છે કે
તું પ્રભુ જે વસે હર્ષભર હીયલડે. તે સકલ પાપની બંધ તૂટે; ઊગતે ગગન સૂરજ તેણે મંડલે,
દહ દિશિ જિમ તિમિર પડલ ફૂટે.
હે કરુણાસાગર પરમાત્મા ! તું જે મારા હૃદયમંદિરમાં આનંદપૂર્વક વસે તે મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપરૂપી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી પરમાત્મારૂપ સૂર્યને ઉદય થત નથી. અર્થાત્ જેમ સૂર્યને ઉદય થતાં દશે દિશામાં અધકારના પડલ ફૂટી જાય છે, તે રીતે પરમાત્મા રૂપ સૂર્યને ઉદય જ્યારે જીવાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપ પલાયન થઈ જાય છે.
કહેવાને ભાવાર્થ એ છે કે પરમાત્માની ભક્તિ, નમસ્કાર, ઉપાસના, દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, મરણાદિ દ્વારા પરમ રસનો અનુભવ થાય છે. ઈન્દ્રિયોના અને કષાયના રસે કરતાં અનેકગણે ચડિયાતે પરમાત્મસ્વરૂપને રસાનુભવ થાય ત્યારે, જગતના સર્વ રસ, નીરસ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org