________________
લ
ધ્યાતા યાન દયેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશે મીલઘું, વાચક યશ કહે હેજે હળશું.
(ઉ. યશવિજયજીકૃત વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન)
અહીં મહાપુરૂષનું કહેવું છે “જેવી રીતે દૂધમાં સાકર નાખીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે ખીર નીર પર તુમશું મલશું એટલે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા! આપના આવા અભેદ મીલન દ્વારા અમે પણ હેજે હળશું એટલે પરમાનંદને-અનુભવ કરીશું અર્થાત્ આપનું અભેદ મીલન તે જ આત્મ સાક્ષાતકાર એટલે આત્મ અનુભવની પ્રક્રિયા છે. આ અનુભવ કરવાના લક્ષથી આ પ્રવેગ નં. ૫ અને ૬ દરરોજ કરવા માટે મુમુક્ષુ આત્માઓને ખાસ વિનંતિ છે.
જેમ જેમ સ્થિરતાપૂર્વક પરમાત્માનું ધ્યાન થશે તેમ તેમ આત્માના અનુભવની દિશામાં આપણે આગળ વધી શકીશું. તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ,
ઈમ મીલવું પણ સુલભ જ કહીએ. માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળી એક તાને.
(અભિનંદન જીન સ્તવન.) પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખે છે અને તે આત્માનુભવ રસ ચખાડવા માટે આપણને પરમાત્મ ભક્તિધ્યાન આદિને દિવ્ય માર્ગ બતાવ્યો છે. શ્રદ્ધા પૂર્વક તે જીનકથિત માગે આપણે નિષ્ઠાપૂર્વક પુરૂષાર્થ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org