________________
૪૧
(ઉપયોગ) આનંદના મહાસાગર એવા આત્મા તરફ઼ થાય છે, અને દિવ્ય આનંદ અનુભવીને બહાર આવેલું આપણું મન ફરી ફરીને તે દિવ્ય આનંદને ઝંખે છે. મનનું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા અને આત્મા તરફ થાય છે. જસ પભુ ધ્યાયે, મહારસ પાયે, અવર રસે નહિ રાચું; અંતરંગ ફરી દરિશન તેરે, તુજ ગુણ રસ સંગ માચું,
પરમાત્માના ધ્યાનથી પરમ સુખનો રસ અનુભવાય છે, ત્યારે જગતના પદાર્થોનાં સુખને રસ ઘટી જાય છે અને છેવટે એ નાશ પામે છે. પરમાત્માના આલંબને દિવ્ય રસ અનુભવવા માટેની ઝંખના ચાલુ જ રહે છે. તેથી પરમાત્માનું સ્મરણ-ધ્યાન સહજ બની જાય છે. મગ નં. ૫ :–
વાલેશ્વર સુણે વિનતી, તું મુજ પ્રાણ આધાર; તુજ વિણ હું ન રહી શકું, જેમ બાળક વિણ માત રે.
(પૂ. ૩. યશોવિજયજી કૃત વીર પ્રભુનું સ્તવન) ' હે કરુણાનિધાન પ્રભુ ! હૃદય મંદિરીયે પધારે. તમે મારા પ્રાણુ, ત્રાણ, શરણ આધાર છે. જેમ બાળક મા વગર રહી ન શકે તેમ પ્રભુ! એક ક્ષણ પણ તમારા વગર રહી ન શકું તેવી મારી સ્થિતિ છે. હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસે છે, પામું પાસું પરમાનંદ, પ્રભુ ! પધારો પધારો અને સેવકને પરમાનંદથી ભરી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org