________________
સાલંબન ધ્યાનના પ્રયોગ ધ્યાન શરૂ કર્યા પહેલાની પ્રાર્થના (મંદ સ્વરે ગાવું) (૧) દયાસિધુ, દયાસિબ્ધ, દયા કરજે, દયા કરજે,
હવે આ જંજીરામાંથી, મને જલદી છૂટે કરજે, નથી આ તાપ સહેવાતે, ભભૂકી કર્મની જ્વાળા,
વરસાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે. (૨) જેની પ્રથમ ઝરતી, સૌમ્ય આનંદ આપે,
જેની વાણું અમૃત ઝરતી, દર્દ સંતાપ કાપે; જેની કાયા પ્રથમ ઝરતી, શાન્તિને બેધ આપે, એવું મીઠું સ્મરણ પ્રભુનું, પંથનો થાક કાપે. તારકતા તુજ માંહે રે, શ્રવણે સાંભળી, તે જાણે હું આવ્યો છું, દીન દયાળ જે; તુજ કરૂણાની લહેરે રે, મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ, આગળ કૃપાળ જે.
દર્શન દ્વારા મનશાન્તિને પ્રગ (રાગ નં. ૧ થી ૭ ની પૂર્વ ભૂમિકાના પ્રયોગો
જીવની બે શક્તિ છે. એક દર્શન શક્તિ, બીજી જ્ઞાન શક્તિ. તે બંને પ્રગોમાં હોય ત્યારે તેને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે. દર્શન સામાન્યને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ રહિત હોય છે. જ્ઞાન વિશેષને ગ્રહણ કરે છે તેથી વિકલ્પ સહિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org