________________
વિ. સં. ૨૦૩૧–૩૨માં મૂળ વિધિથી ઉપધાન તપનું વહન કરાવી આપશ્રીએ મેાક્ષની માળા પહેરાવી સાધના માટે અપૂ ભાવેાલ્લાસ પ્રગટાવ્યા.
વિ. સ. ૨૦૧૪થી ૨૦૩૩ સુધી એટલે કે ૧૯ વર્ષ સુધી અવારનવાર આપશ્રીના સંપર્કના સતત લાભ મળતા જ રહ્યો. જ્યારે જ્યારે આપશ્રી પાસે વસવાનું થયું, ત્યારે ત્યારે આપશ્રીએ કરુણાપૂર્ણ હૃદયથી ઠીક ઠીક સમય આપીને મેહાંધકારથી વ્યાપ્ત મારાં હૃદયરૂપી નયનને જિનપ્રવચનરૂપ અમૃતનું અંજન કરાવ્યું. અનેક એકાન્ત આગ્રહની પકડમાંથી મને છેડાવ્યા. આત્માનું અને પરમાત્માનું પરમ સૌં. સમજવ્યું. “આત્મસ્વરૂપના અનુભવ પ્રાપ્ત કરવા એ આ વનનુ ધ્યેય છે.” એમ નક્કી કરાવ્યું, જિનશાસનનુ વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક સ્વરૂપ સમજવ્યું. પરમાત્મપદની પ્રાપ્તિન ઉપાયા બતાવી, પરમાત્માના દર્શન, મિલન, પૂજન અને સ્પેનને દિવ્યમાર્ગ બતાવી આત્મામાં પરમાત્મભાવના અનુભવ પ્રાપ્ત કરવાનું તત્ત્વામૃત પાયું, અને મેાક્ષમાગે સંચરવાની દિવ્ય કળા શીખવાડીને આ દાસ ઉપર મહાન ઉપકાર કર્યો.
માતા જેમ પોતાના બાળકની સારસંભાળ રાખે, પિતા જેમ પુત્રને કેળવવા માટેની કાળજી રાખે, ગુરુ જેમ શિષ્યામાં સવિદ્યાને વિનિમય કરે અને પરમાત્મા જે રીતે પેાતાની કરુણાને પાત્ર-અપાત્રને વિચાર કર્યા સિવાય વરસાવે તે રીતે આપે મારા જેવા તુચ્છ, સંસારમાં ફસાયેલા, અવિનયી, અપરાધી અને અજ્ઞાની ધ્વની માતાની જેમ સંભાળ રાખી, પિતાની જેમ ધાર્મિક વ્યવહારના ખાધ આપ્યાં, ગુરુની જેમ મારા જીવનમાં આત્મસાધનાને માર્ગ બતાવી મારા જીવનમાં સાધનાનું સપ્રદાન કર્યું અને પરમાત્માની જેમ પ્રેમ, કરુણા અને સ્વાત્સલ્ય આપ્યાં. આ રીતે મારા ઉપરના આપશ્રીના અન ત ઉપકારને અનંત અનંત વાર પ્રણામ કરૂ , સમયે સમયે યાદ કરૂં છું. મારા જેવા સંસારના કીચડમાં ફસાયેલા એક પામર આત્માથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org